ગુજરાત

gujarat

ETV Bharat / state

લાયન્સ ક્લબે પાર્કિંગના નિયમો નેવે મુક્યા, તંત્રએ આંખે પાટા બાંધી આપી મંજૂરી

ગાંધીનગર : રાજ્યના પાટનગરમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી ખાલી પ્લોટની હરાજી કરીને 9 દિવસ સુધી સરકારી ધારા ધોરણો મુજબ પ્લોટને ભાડે આપવામાં આવે છે. વહીવટીતંત્ર દ્વારા પણ પાર્કિંગ સહિતના નિયમો ચકાસીને મંજૂરી આપવામાં આવે છે, પરંતુ ગાંધીનગર શહેરમાં ચ 3 સર્કલ પાસે લાયન્સ ક્લબ દ્રારા પાર્કિંગના નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે. તેમ છતાં વહીવટીતંત્ર દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

etv bharat gandhinagar

By

Published : Oct 2, 2019, 2:07 PM IST

સેક્ટર 11 સ્થિત સ્થિત અને ચ 3 સર્કલ પાસે લાયન્સ ક્લબ સર્કલ પાસે ક્લબ દ્વારા વર્ષોથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. પહેલા પણ આ પ્લોટની આજુબાજુમાં વિશાળ જગ્યા ખાલી રહેતી હતી. પરંતુ હાલમાં તે ખાલી પ્લોટની સરકાર દ્વારા હરાજી કરવામાં આવી છે. જ્યાં હાલમાં કોમર્શિયલ કોમ્પલેક્ષ બની રહ્યા છે. સામાન્ય રીતે નવરાત્રીનું આયોજન કરવા માટે પહેલા પાર્કિંગ સમસ્યાને જોવામાં આવે છે. ગરબા રમવા અને જોવા માટે આવતા લોકો વાહનો પાર્કીંગ ક્યાં કરશે તે જગ્યા પણ નકશામાં બતાવવી જરૂરી છે.

લાયન્સ ક્લબે પાર્કિંગના નિયમો નેવે મુક્યા

લાયન્સ ક્લબ દ્વારા વર્ષ 2018નો નકશો બતાવવામાં આવે છે.જેમાં પ્રવેશદ્વારની ડાબી બાજુએ આવેલી ખાલી જગ્યામાં પાર્કિંગ બતાવાયું છે. જ હાલમાં એક કોમર્શિયલ કોમ્પલેક્ષ ઊભું થઈ રહ્યું છે. સવાલ એ છે કે ભ્રષ્ટ અધિકારીઓના આંખે પાટા લાગી ગયા હોવાના કારણે તેમને ગત વર્ષના નકશા પર મંજૂરી આપી દીધી છે. તે ઉપરાંત પ્રવેશ દ્વારની જમણી અને ડાબી બાજુએ આગળના ભાગે આવેલા રોડની બાજુમાં પાર્કિંગ બતાવવામાં આવ્યું છે.

રોજના 3000 પાસ વેચાણની માહિતી આપવામાં આવી છે. જ્યારે સાત હજાર આમંત્રિત મહેમાનોની સંખ્યા બતાવવામાં આવી છે. ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા લોકો રોડ ઉપર વાહન પાર્ક કરે તો ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે. ખોટી માહિતી બતાવી છતા તંત્રએ મંજૂરી આપી દીધી છે. ત્યારે અધિકારીઓ ઉપર પણ શંકા સેવાઇ રહી છે કે ,આટલું બધું ખોટું હોવા છતાં કેવી રીતે મંજૂરી આપવામાં આવી ?

ABOUT THE AUTHOR

...view details