ગાંધીનગર : ગુજરાતમાં નાના બાળકો પાસે મજૂરી કરાવવી એ એક મોટો અપરાધ અને ગુનો બને છે. ત્યારે આ નિયમોમાં સુધારા સાથે ગુરુવાર વિધાનસભા ગૃહમાં બાળ અને કિશોર શરણમ પ્રતિબંધ અને નિયમન સુધારા બિલ શ્રમ પ્રધાન દિલીપ ઠાકોર દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના ધારાસભ્યો અને અપક્ષના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મનરેગામાં બાળકોને મજૂરી રાખતા હોવાનું અને તેમને મજૂરી ચૂકવાનું હોવાની પણ વિધાનસભામાં જાણ કરી હતી. જ્યારે આ તમામ વિગતોને ધ્યાનમાં રાખીને બાળ અને કિશોર શ્રમ બિલ પસાર કરવામાં આવ્યું હતું.
વિધાનસભા ગૃહમાં બાળ અને કિશોર શ્રમ પ્રતિબંધ અને નિયમનમાં સુધારા વિધેયક સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યમાં બાળકોને પાસે કરાવવામાં આવતી મજૂરીમાં મુખ્ય અધિનિયમ તરીકે જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેમાં સુધારો કરવામાં આવ્યો હતો. આ પૈકી પેટા કલમ-1માં જે 50 હજાર રૂપિયાનો દંડ છે, તે દંડની જોગવાઈ 1 લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે. જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે હવે મ્યુનિસિપલ કમિશનર અને નિયામકને પણ સર્વ સત્તા સોંપવામાં આવી છે.