ગુજરાત

gujarat

ETV Bharat / state

બિન સચિવાલય પરીક્ષા મુદ્દે SITની રચના, રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે: પ્રદિપસિંહ જાડેજા

ગાંધીનગર : બિન સચિવાલય પરિક્ષા મુદ્દે રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ PCમાં કહ્યું કે, આવતીકાલે SITની પ્રથમ બેઠક મળશે. 10 દિવસમાં અહેવાલ તૈયાર કરવામાં આવશે. જાડેજાએ કહ્યું કે, SITના રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવશે.

pradip
પ્રદિપ

By

Published : Dec 5, 2019, 1:41 PM IST

Updated : Dec 5, 2019, 6:12 PM IST

ગત રવિવારે યોજાયેલી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં 10 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરંતુ, રવિવારે રાજ્યના અનેક પરીક્ષા કેન્દ્રો ઉપર ચોરી થઇ હોવાના આક્ષેપ સાથે ઉમેદવારોએ ગાંધીનગરના વિસ્ટા ગાર્ડન ખાતે બે દિવસથી આંદોલન પર બેઠા છે. જેમાં આજે સવારે ગાંધીનગર કલેકટર સાથે 2 ઉમેદવારોના આગેવાનોએ બેઠક કરીને તે સમગ્ર મામલે પરીક્ષાના મામલે SITની રચના કરી હતી.

ઉમેદવારોએ કલેકટર સાથે યોજી બેઠક, સીટની રચના કરવાની કરી માગ

આ બેઠક પૂરી થયા બાદ વિદ્યાર્થીઓના આગેવાન નેતાઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કલેક્ટર સાથે પેપર લીક મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા કુલ પાંચ મુદ્દા અને સીટની રચના અંગેની રજૂઆત કરવા આવી હતી. આ સાથે જ રાજ્ય સરકાર સમગ્ર તપાસ મામલે ખાસ પ્રકારની સીટની રચના કરે જેમાં વિદ્યાર્થીના નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવે.

CM સાથે યોજાશે બેઠક

જ્યારે ગાંધીનગર કલેકટર કુલદિપ આર્યએ બેઠક બાદ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી નેતાઓ સાથે બેઠક થઇ હતી. જેમાં આગામી હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે, જેમાં ગાંધીનગરના કલેક્ટર કુલદિપ આર્યાએ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અધિક મુખ્ય સચિવ કે કૈલાસનાથન સાથે બેઠક યોજી હતી અને આગામી બે દિવસમાં નિર્ણય કરવામાં આવશે તેવું પણ નિવેદન આપ્યું હતું. આ સાથે જ ઉમેદવારો એવી પણ ચિમકી આપી હતી કે જો કોઈ પણ નિર્ણય નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

Last Updated : Dec 5, 2019, 6:12 PM IST

ABOUT THE AUTHOR

...view details