- કોંગ્રેસના CM બદલવા અંગે કરાયેલા નિવેદન અંગે યમલ વ્યાસે પ્રતિક્રિયા આપી
- કેન્દ્રીય પ્રભારીની અધ્યક્ષતામાં BJPની બેઠક શરૂ
- પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ મુખ્યપ્રધાન બેઠકમાં શામેલ
ગાંધીનગર:ભારતીય જનતા પાર્ટી ગુજરાતના કેન્દ્રીય પ્રભારી અને સાંસદ ભૂપેન્દ્ર યાદવ આજે પ્રદેશ કાર્યાલય કમલમ કોબા ગાંધીનગર ખાતે બેઠકને સંબોધન કરવા આવ્યા છે. જે સંદર્ભે યમલ વ્યાસે તેમની પ્રતિક્રિયા આપી હતી. જેમાં કેન્દ્રીય પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતીનભાઇ પટેલ, કોર ટીમના સદસ્યો પુરૂષોત્તમ રૂપાલા સહિતના બીજેપી નેતાઓ શામેલ છે. જેમની વચ્ચે મીટીંગોનો દોર શરૂ થઈ ગયો છે.
કોંગ્રેસના CM બદલવા અંગે કરાયેલા નિવેદન અંગે યમલ વ્યાસે આપી પ્રતિક્રિયા
કોંગ્રેસના CM બદલવા અંગે કરાયેલા વારંવારના નિવેદન અંગે યમલ વ્યાસે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભાજપ અને ગુજરાતમાં ચેન્જ થવાને લઈને કહ્યું, કોંગ્રેસ અસફળ નીવડે છે. BJPના કાર્યકર્તાઓ પ્રજાના સહકારથી જીતે છે. કોંગ્રેસ બેબાકળી થઈ ગઈ છે. કોરોનામાં ધારાસભ્યો પ્રજાની વચ્ચે નથી ગયા તે વિશે વાત કરતાં કહ્યું, તેઓ પ્રજાની સાથે જ છે. ભાજપ કાર્યકરો લોકો વચ્ચે રહે છે. ભાજપનું સંગઠન પ્રજાહિતના કામો યોજતા હોય છે.