યાત્રીઓને હજ કમીટી ન હોવાને કારણે આજે હેરાન થવું પડે છે. જેને લઈને આજે હજયાત્રીઓને અમદાવાદ એરપોર્ટ ખાતે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અને લઘુમતિ સમાજના આગેવાન મહંમદ પીરજાદાએ જણાવ્યું કે, દર વર્ષે ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હજ પઢવા જાય છે. ત્યારે આજે 2019ની ફ્લાઇટ આજે સવારે સાડા ચાર વાગે ઉપડવાની હતી. જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હાજીઓ આવ્યા હતા. રાજ્યમાંથી આવેલા હાજીઓ પ્લેનમાં જવાના હતા, ત્યારે 5:00 વાગે પ્લેન ઉડાન ભરે તે પહેલા જ કોંગ્રેસના લઘુમતી સમાજના ત્રણ ધારાસભ્યો વિદાય આપવા આવ્યા હતા. તમામ હાજીઓના બોર્ડિંગ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ ફ્લાઇટમાં કોઇ ટેક્નિકલ ખામી સર્જાતા ફલાઇટ ટેકઓફ થઈ શકી ન હતી.
પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાતા રાજ્યના હજારો હજયાત્રીઓ અમદાવાદ એરપોર્ટ પર ફસાયા
ગાંધીનગર: રાજ્યમાંથી હજ યાત્રા માટે જતા હજારો હાજીઓને આજે અમદાવાદ એરપોર્ટ પર પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય મહંમદ પીરજાદા આ અંગે કહ્યું હતું કે, રાજ્યમાં હજ કમિટી નહીં હોવાના કારણે આજે હાજીઓને હેરાન થવું પડે છે. યાત્રા માટે જાય તેવી સરકાર દ્વારા પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જેને લઈને હજુ પણ હજયાત્રીઓ પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. આ અંગે ભાજપના ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, એરઇન્ડિયાની ફ્લાઇટમાં ટેક્નીકલ ખામી સર્જાઇ હતી. જેને લઇને હજ યાત્રીઓને રહેવા જમવા સુધીની તમામ સુવિધા પુરી પાડવામાં આવી હતી. આ ફ્લાટ સાંજે 7 વાગ્યની આસર પાસ હજયાત્રીઓને લઇને રવાના થશે. રાજ્ય સરકાર સંવેદનશીલ છે. તમામ તકેદારી લેવામાં આવી છે.
આજે પહોંચી નહી શકવાના કારણે આ તમામ હજ યાત્રીઓના દિવસો પર કાપ લાગી જશે. પ્લેનમાં ખામી સર્જાયેલી હતી, તો શા માટે તમામ હાજીઓનું બોર્ડિંગ કરવામાં આવ્યું હતું. તેવા અનેક સાવલો ઉઠ્યા હતાં. આ અંગે ભાજપના ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, એરઇન્ડિયાની ફ્લાઇટમાં ટેક્નીકલ ખામી સર્જાઇ હતી. જેને લઇને હજ યાત્રીઓને રહેવા જમવા સુધીની તમામ સુવિધા પુરી પાડવામાં આવી હતી. આ ફ્લાટ સાંજે 7 વાગ્યની આસર પાસ હજયાત્રીઓને લઇને રવાના થશે. રાજ્ય સરકાર સંવેદનશીલ છે. તમામ તકેદારી લેવામાં આવી છે.