ગાંધીનગર: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 'મોકળા મને' કાર્યક્રમ અંતર્ગત ચર્ચામાં રાજ્યના લોકો અને પાંજરાપોળ સંચાલકો સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં ભાગ લેવા આવેલા સ્વામિનારાયણ સંસ્થાના સ્વામીએ મુખ્ય પ્રધાનને સૂચન કર્યું હતું કે, તુર્કીની રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવે તો રાજ્યના પશુધનને બારેમાસ લીલો ઘાસચારો મળી રહે.
CMના ગાયોને લીલા ઘાસનાં વિચારને સ્વામિનારાયણ સંસ્થાએ અમલમાં મૂક્યો
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી 'મોકળા મને' કાર્યક્રમ અંતર્ગત છેલ્લા છ મહિનાથી રાજ્યના વિવિધ વ્યક્તિત્વ સાથે ચર્ચા કરે છે. ગુરૂવારે મુખ્ય પ્રધાને રાજ્યના લોકો અને પાંજરાપોળના સંચાલકો સાથે 'મોકળા મને' ચર્ચા કરી હતી. જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્યએ પાંજરાપોળ અને બહુધન પર સરકારની કેવી કામગીરી છે તે અંગે સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ રાજ્યના પશુધનને બારેમાસ લીલો ઘાસચારો મળી રહે તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
વિજય રૂપાણી
ગાંધીનગરમાં આ સિસ્ટમથી લીલું ઘાસ ઉત્પન કરવામાં આવે છે જેમાં પાણીનો વધારે વ્યય થતો પણ અટકાવી શકાય છે અને ઓછા પાણીમાં સારું ઘાસ તૈયાર થઈ શકે છે. આ સિસ્ટમને જોવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.