ગાંધીનગર : ગુજરાત સહિત સમગ્ર દેશ લોક ડાઉનની પરિસ્થિતિમાં જોવe મળી રહ્યો છે ત્યારે ગુજરાત પોલિસે લોક ડાઉનની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ડ્રોનની મદદ લીધી છે. રાજ્યની પોલીસ દ્વારા 2 શહેરોમાં ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના બીજા શહેરોમાં ડ્રોનનો ઉપયોગ કરવાની સૂચના રાજ્યના ડીજીપી શિવાનંદ ઝા દ્વારા આપવામાં આવી છે. જાહેરનામના ભંગના કુલ છેલ્લા 24 કલાકમાં 343 અને કુલ 1083 ગુનાઓ, ક્વોરોન્ટાઇલ ભંગ ના ગુનામાં છેલ્લા 24 કલાકમાં કુલ 272 અને કુલ 570 ગુનાઓ નોંધવામાં આવ્યા છે.
પોલીસનું ડ્રોનથી સર્વેલન્સ, પોલીસ હજુ કડક થશે : ડીજીપી શિવાનંદ ઝા
લૉક ડાઉનની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે ડ્રોનની મદદ લીધી છે. રાજ્યની પોલીસ દ્વારા 2 શહેરોમાં ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવ્યો છે. જ્યારે જાહેરનામાના ભંગના કુલ છેલ્લાં 24 કલાકમાં 343 અને કુલ 1083 ગુનાઓ, ક્વોરોન્ટાઇન ભંગના ગુનામાં છેલ્લા 24 કલાકમાં કુલ 272 અને કુલ 570 ગુનાઓ નોંધવામાં આવ્યાં છે.
રાજ્યના શિવાનંદ ઝાએ લોક ડાઉનની પરિસ્થિતિ અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પોલીસ દ્વારા રાજ્યના 2 શહેરોમાં ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. જેમાં લોકડાઉનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જ્યારે આવનારા સમયમાં લોકડાઉનને વધુ કડક કરવામાં આવશે. ઉપરાંત રાજ્યના તમામ હાઇવે પરની આવન જાવનની મુવમેન્ટ પણ બ્લોક કરવામાં આવી છે..જ્યારે લોકડાઉનનો નજારો જોવા માટે બહાર નીકળતા લોકો પર હવે પોલીસ લાલ આંખ કરશે. જેથી બિનજરૂરી કોઈ બહાર ન નીકળે અને જો કોઈ ખોટી રીતે નીકળતા હોય તેવા બાબતે પોલીસને કડક સૂચના આપવામાં આવી છે., જો કોઈ કારણ આપ્યું તો પોલીસ હવે ખરાઈ પણ કરવામાં આવશે.
ઝાએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસ ની સંખ્ય મર્યાદિત છે જેથી ગામડાઓમાં પોલીસ પહોંચી શક્તિ નથી તે માટે પોલિસે ગ્રામપંચાયતના સરપંચ અને ગામના આગેવાનોને સૂચન કર્યું છે અને ગામડાઓમાં પણ લોકડાઉનનો અમલ કરવામાં આવશે. જ્યારે લોકડાઉનની જાહેરાત બાદ અન્ય રાજ્યના લોકો પગપાળા જતા હતા તે માટે રાજ્ય સરકારે વ્યવસ્થા કરી દીધી હતી પણ હવે કોઈને ગુજરાત બહાર જવા નહીં દેવાય, જ્યારે હવે આ તમામ સુવિધાઓ બંધ કરવામાં આવે છે.
લોકડાઉનની પરિસ્થિતિમાં અત્યાર સુધીમાં રાજ્યની પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કુલ 227 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે આજદિન સુધી કુલ 18,000 માણસોને અન્ય જગ્યાએ જતા રોકવામાં આવ્યા છે. જેમના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 54 જેટલા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે.