ગુજરાત

gujarat

ETV Bharat / state

Banaskantha rape case: વાવમાં કિશોરી પર દુષ્ક્રર્મ કેસમાં આરોપી ન પકડાતાં સમાજ લાલઘુમ

બનાસકાંઠાના વાવ તાલુકામાં બાળકી પર 3 નરાધમોએ દુષ્કર્મ (Vav misdemeanor case )કર્યો હતો. આ ઘટનામાં 2 આરોપીની ધરપકડ કરાવામાં આવી છે. જ્યારે એક આરોપી હજુ ફરાર છે. ફરાર આરોપીને પકડવા ગાંધીનગરમાં પ્રજાપતિ સમાજના આગેવાનોની હાજરીમાં મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનને રજૂઆત કરવમાં આવી છે. તેમજ આ કેસ CIDને સાપવાની માંગ કરી છે.

Banaskantha rape case: વાવમાં કિશોરી પર દુષ્ક્રર્મ કેસમાં આરોપી ન પકડાતાં સમાજ લાલઘુમ
Banaskantha rape case: વાવમાં કિશોરી પર દુષ્ક્રર્મ કેસમાં આરોપી ન પકડાતાં સમાજ લાલઘુમ

By

Published : Jul 27, 2022, 8:41 PM IST

ગાંધીનગર:બનાસકાંઠાના વાવ તાલુકામાં એક બાળકી પર 3 નરાધમોએ દુષ્કર્મ (Vav misdemeanor case )કર્યો હતો. આ બાબતે સત્તાવાર રીતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદ નોંધાવ્યા પછી પણ પોલીસ આરોપી સુધી (Gujarat rape case)પહોંચી શકી ન હતી અને એક આરોપી હજુ પણ પોલીસ પકડની બહાર છે. ત્યારે પ્રજાપતિ સમાજમાં રોષ જોવા મળ્યો હતો. પ્રજાપતિ સમાજ દ્વારા ગાંધીનગરમાં આગેવાનોની હાજરીમાં 400થી વધુ લોકો પહોંચ્યા હતા જેમાં રાજ્યના મુખ્યપ્રધાન પટેલને આવેદન તથા આપીને તાત્કાલિક ધોરણે આરોપીઓની ધરપકડ થાય તેવી માંગ કરવામાં આવી છે.

વાવ દુષ્કર્મ કેસ

આ પણ વાંચોઃAhmedabad Rape Case : યુવતીને લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચરનારની પોલીસે કરી ધરપકડ

દીકરીને પડખે સમાજ -વાવ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાપતિ સમાજની(Banaskantha rape case)દીકરી ઉપર ત્રણ નરાદમો દ્વારા દુષ્કર્મ કરાયો હતો. જેમાં કિરણ ભૂરા પટેલ, દિનેશ રવજી પટેલ અને વિક્રમ મહાદેવ પટેલે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો ત્યાર પછી પોલીસ કેસ પણ નોંધવામાં આવ્યો હતો. જેમાં એક આરોપી વકદાર હોવાના કારણે પોલીસ કેસને ઢીલો કરી રહ્યા હોવાના આક્ષેપ પણ સમાજ દ્વારા લગાવવામાં આવ્યા હતા. તાત્કાલિક ધોરણે પોલીસ બીજા આરોપીઓની ધરપકડ કરે તેવી માંગ સાથે ગાંધીનગરમાં પ્રજાપતિ સમાજ એકઠું થયું હતું. આ કેસમાં આરોપીઓને સજા ફટકારવામાં આવે અને આ કેસ ફાસ્ટ કોર્ટમાં ચલાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃઅધૂરી તપાસે પરિવારને કર્યો વેરવિખેર, દીકરી સાથે દુષ્કર્મ કેસમાં નિર્દોષ પિતાની હૃદય કંપાવતી આપવીતી...

કેસ સીઆઇડીને સોંપવામાં આવે -સ્થાનિક પોલીસ વગદાર આરોપીઓને ચાલી રહી હોવાના આક્ષેપ પ્રજાપતિ સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન અને રાજ્યના ગૃહપ્રધાનને લિખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આરોપીઓના સગા વકતર હોવાથી બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જ્યારે પોલીસ ઉપર આરોપીની ધરપકડ કરી નથી આ સમગ્ર કેસની તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. તબીબી રિપોર્ટ પણ 24 કલાકમાં આપવો જોઈએ અને જો સરકાર પ્રજાપતિ સમાજની માંગ નહીં સ્વીકારે તો આગામી સમયમાં સરકારને મોટું નુકસાન ભોગવવાનો વારો આવશે તેવી પણ ચીમકી પ્રજાપતિ સમાજે આપી હતી.

ABOUT THE AUTHOR

...view details