ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યના વાહન ચાલકો હવે કોઈ પણ RTO કચેરીમાંથી લાયસન્સ રીન્યુ કરાવી શકશે

ગાંધીનગર: રાજ્યમાં RTO કચેરીઓમાં એક પછી એક સુધારા કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ વાહન ટ્રાન્સફર કરવા માટે NOCની ઝંઝટમાંથી વાહન ખરીદનારને મુક્તિ આપવામાં આવી છે. તેવી જ રીતે હવે લાયસન્સ ધારકને રીન્યુઅલ માટે સરળતા રહે તેવો નિયમ બનાવવામાં આવે છે. લાયસન્સ ધારક હવે રાજ્યની કોઇપણ RTO કચેરીમાંથી પોતાનું લાયસન્સ રીન્યુ કરાવી શકશે.

રાજ્યના વાહન ચાલકો હવે કોઈ પણ RTO કચેરીમાંથી લાયસન્સ રીન્યુ કરાવી શકશે

By

Published : Jun 7, 2019, 1:28 AM IST

રાજ્યમાં RTO કચેરીની ગણના સૌથી ભ્રષ્ટ તરીકે થાય છે. લાયસન્સ મેળવવાથી લઈને વાહન પાર્સિંગ માટે નાણાં ખર્ચવા પડે છે. ત્યારે સરકાર દ્વારા આ વિભાગમાં રહેલો ભ્રષ્ટાચાર નામના કચરાને ધીરે-ધીરે સાફ કરવામાં આવી રહ્યાં છે. અરજદારોને વધુ ભાડા ન ખરચવા પડે તે માટે વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિયમોમાં સુધારા કરવામાં આવી રહ્યા છે. મોટાભાગની RTO કચેરી ઓનલાઈન થઈ ગઈ છે, વાહનોના નંબરને પણ ઓનલાઇન જ કરી નાખવામાં આવી છે. ત્યારે વાહન વ્યવહાર કચેરી દ્વારા ગુરુવારે લાઇસન્સ ધારકોને ફાયદારૂપ નિર્ણય કરવામાં આવ્યો છે.

વાહન વ્યવહાર કમિશનર દ્વારા તમામ આરોપીઓ કચેરીઓને આદેશ કરવામાં આવ્યો છે કે, હવેથી લાયસન્સ રીન્યુ કરાવવા માટે અરજદાર પોતાના જિલ્લાની કચેરીમાં જવું નહીં પડે. અરજદાર રાજ્યની કોઇપણ કચેરીમાંથી પોતાનું લાયસન્સ રીન્યુ કરાવી શકશે. જેમાં જણાવ્યું છે કે, વ્યવસાય માટે અને જિલ્લામાં રહેતા નાગરિકોને લાયસન્સ એની મુદ્દત પૂરી થાય તો પોતાના મૂળ જિલ્લામાં આવેલી કચેરીમાં જઈને પ્રોસેસ કરાવવી પડતી હોય છે. જેને લઇને નાગરિકોનો સમય થાય છે અને આર્થિક બોજ પણ સહન કરવો પડે છે.

જ્યારે હવે મોટાભાગની કચેરીઓમાં સારથી ફોર સોફ્ટવેર ઉપલબ્ધ થઇ જાય છે. પરિણામે અરજદારોનો ડેટા દરેક કચેરીમાં ઓનલાઇન જોવા મળી શકે છે. પરિણામે 7 જૂનથી કોઈપણ લાયસન્સ ધારક લાયસન્સ રીન્યુ કરાવવાનું હોય તો રાજ્યની કોઇપણ RTO કચેરીમાંથી રીન્યુ કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે વાહન વ્યવહાર કમિશનર દ્વારા તાજેતરમાં જ વાહન ટ્રાન્સફર માટે અન્ય જિલ્લામાંથી NOC લેવી પડતી હતી જે હવે લેવી નહીં પડે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details