ગાંધીનગર આઝાદીના 75 વર્ષ પૂર્ણ (Azadi ka Amrit Mohotsav )થતાં દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. 15 મી ઓગસ્ટની રાજ્ય કક્ષા ઉજવણી અરવલ્લીમાં(15th August celebration)કરવામાં આવશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહેશે.
આ પણ વાંચોએક ચિત્રકારે ધબકતું ગ્રામ્ય જીવન કંડારીને રાષ્ટ્રને આપ્યો અનોખો સંદેશ
ક્યાં પ્રધાનો ક્યાં હાજર રહેશેમુખ્યપ્રધાનભુપેન્દ્ર પટેલ અરવલ્લીમાં હાજર રહેશે, જીતુ વાઘાણી રાજકોટમાં ઋષિકેશ પટેલ અમદાવાદમાં,પૂર્ણેષ મોદી ગીર સોમનાથમાં બાજર રહશે. રાઘવજી પટેલ પોરબંદર રહેશે હાજર. જ્યારે કનુ દેસાઈ સુરતમાં હાજર રહશે. કિરીટસિંહ રાણા ભાવનગર, નરેશ પટેલ વલસાડ, પ્રદીપ પરમાર બરોડા, અર્જુનસિંહ ચૌહાણ મહીસાગર, હર્ષ સંઘવી ગાંધીનગર, જગદીશ પંચાલ મહેસાણા, બ્રિજેશ મેરઝા જામનગર, જીતુ ચૌધરી નવસારી, મનિષાબહેન વકીલ ખેડા, મુકેશ પટેલ તાપી, નિમિશા સુથાર છોટા ઉદેપુર, અરવિંદ રૈયાણી જૂનાગઢ, કુબેર ડીંડોર સાબરકાંઠા, કિર્તીસિંહ વાઘેલા પાટણ, ગજેન્દ્રસિંહ પરમાર બનાસકાંઠા, આર. સી મકવાણા અમરેલી, વિનોદ મોરડીયા બોટાદ, દેવા માલમ મોરબીમાં હાજર રહશે.