આ ઘટનાના ભાગરૂપે આજે રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં FSL રિપોર્ટ પ્રમાણે મેટલ પાઇપ કાટ લાગવાથી નબળી થઈ હોવાની હાજર અધિકારીઓએ ગૃહપ્રધાન સમક્ષ રજૂઆત કરી હતી. FSL રિપોર્ટ પ્રમાણે રાઈડનું મટીરીયલ ભારે વજન સહન કરી શકે તેવું ન હતું.
આ બેઠકમાં બ્યૂરો ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વિશે ચર્ચા થઈ હતી. બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડના 6 પેટા સ્ટાન્ડર્ડ વિશે ચર્ચા કરવામાં આવી હતી, બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તકનીકી માપદંડ સ્થાપિત કરે છે, રાઈડ મેન્યુફેક્ચર, મેન્ટેનન્સ, ઓપરેશન, પર્ફોમન્સ ટેસ્ટ કડક અમલ થવું જોઈએ. રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ આ સ્ટાન્ડર્ડ આધારે સર્ટીફીકેટ ઈશ્યુ કરે છે. પોલીસ વિભાગના લાઇસન્સ પ્રક્રિયામાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનો અમલ કરવામાં આવશે. તાંત્રિક અભિપ્રાય આપવાની વિગતોમાં અભાવ જોવા મળ્યો હતો. સેલ્ફ ઇન્ફેક્શન પોલિસીમાં સુધારા લાવવો જોઈએ તેવું હાજર અધિકારીઓએ કહ્યું હતું.