નાયબ મુખ્યપ્રધાને આ અંગે જણાવ્યું હતુ કે ગ્રેચ્યુટીના નિયમ પ્રમાણે અગાઉ ફક્ત 10 લાખની મર્યાદામાં ગ્રેચ્યુટી મળવાપાત્ર હતી. પરંતુ, કેંન્દ્ર સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. જેને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે પણ દસ લાખની મર્યાદાની જગ્યાએ 20 લાખની મર્યાદામાં ગ્રેચ્યુટી ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ લાભ બોર્ડ નિગમ અને કોર્પોરેશન સહિત તમામ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને મળશે.
રાજ્ય સરકારે કર્મચારીઓની ગ્રેચ્યુટીમાં કર્યો વધારો, 10 લાખની મર્યાદા વધારીને 20 લાખ કરાઈ - કેન્દ્ર સરકાર
ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓની ગ્રેચ્યુટીમાં વધારો કર્યો છે. ત્યારે, રાજ્ય સરકારે પણ કર્મચારીઓની ગ્રેચ્યુટીમાં વધારો કર્યો છે. આ બાબતે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યના સરકારી કર્મચારીઓને રૂપિયા 10 લાખને બદલે હવે 20 લાખની મર્યાદામાં ગ્રેચ્યુટી ચૂકવવામાં આવશે. જેનો લાભ બોર્ડ નિગમ કોર્પોરેશન સહિતના સરકારી કર્મચારીઓને મળશે.
government
ઉલ્લેખનીય છે કે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ લિમિટેડ અને ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા મળેલી ખાસ દરખાસ્તને મંજૂરી આપી GIDC અને ગેડાના કર્મચારી અને અધિકારીઓને રૂપિયા 10 લાખની મર્યાદાને બદલે રૂપિયા 20 લાખની મર્યાદામાં ગ્રેચ્યુટી પ્રાપ્ત થશે.
15 ઑગસ્ટ પહેલા સરકારની આ જાહેરાતથી કર્મચારીઓમાં ખુશીની લાગણી પ્રસરી છે.