- રાજ્યમાં 2 ખાનગી APMCને મંજૂરી
- છેલ્લા 2 વર્ષમાં સહકારી એક પણ APMC નવી ખુલી નથી
- સરકાર હવે ખાનગી APMC તરફ દોરાઈ ?
ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા APMC એક્ટ પસાર કરવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત વિધાનસભામાં આજે કોંગ્રેસના પ્રશ્નોનો રાજ્ય સરકારે જવાબ આપ્યો છે કે, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં એક પણ સહકારી APMCને ખોલવાની મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે છેલ્લા 2 વર્ષમાં ફક્ત 2 જ ખાનગી APMCને મંજૂરી આપવામાં આવી છે.
- સરકારી APMC ને મંજૂરી કેમ નહીં ?
કોંગ્રેસના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં વિધાનસભાગૃહમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે, છેલ્લા બે વર્ષમાં સરકારી APMCને મંજૂરી આપવામાં આવી નથી. આ મંજૂરી નહીં આપવા પાછળ અનેક કારણો હોઈ શકે છે પરંતુ જે રીતે વિધાન સભાગૃહમાં સરકારે આંકડા રજૂ કર્યા છે. તેને ધ્યાનમાં લેતા છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારે એક પણ સરકારી APMCને મંજૂરી આપી નથી અને ફક્ત બે જ ખાનગી APMCને મંજૂરી આપવામાં આવી છે. જેમાં એક અમદાવાદમાં ખાનગી APMCને મંજૂરી અપાઈ છે અને બીજી કચ્છ APMCને મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃભાજપ પ્રમુખ અને પ્રધાનોએ બજેટ વિશે શું કહ્યું ? જુઓ આ ખાસ અહેવાલ
- APMCમાં ભાજપના ધારાસભ્યની માલિકી ?