ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત નારી અદાલત મોડલ પ્રમાણે દિલ્લીમાં શરુ કરવામાં આવશે નારી અદાલત: સ્મૃતિ ઈરાની

ગાંઘીનગર: ગુજરાતના પ્રવાસે આવેલ સ્મૃતિ ઈરાનીએ ગાંઘીનગર સર્કીટ હાઉસ ખાતે ગુજરાત મહિલા આયોગની ટીમ અને મહિલા વિકાસ વિભાગ સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં શરુ કરેલી નારી અદાલત વિશે અભ્યાસ કર્યો હતો. તેમણે ગુજરાતની નારી અદાલતના મોડલ પ્રમાણે દિલ્લીમાં નારી અદાલત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ગુજરાત નારી અદાલત મોડલ પ્રમાણે દિલ્લીમાં શરુ કરવામાં આવશે નારી અદાલત:સ્મૃતિ ઈરાની

By

Published : Aug 30, 2019, 8:44 PM IST

નારી અદાલતની સમીક્ષા પર રાજ્યના મહિલા લીલાબેન અંકોડીયા જણાવ્યું હતું કે, નારી અદાલતના મુદ્દા સાથે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકને લઈને મહત્વની વાત કરવામાં આવે તો, ગુજરાતમાં ચાલતી નારી અદાલતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતમાં મહિલાઓને પડતી મુશ્કેલીઓ અંગે જે સમસ્યાઓ છે તે નિવારવા નારી અદાલત કઈ રીતે કાર્ય કરે છે તે અંગેની ખાસ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથો સાથ નારી અદાલતના કામકાજ અંગેની પણ સમીક્ષા કરાઈ હતી. આવનારા ટૂંક સમયમાં સમગ્ર દેશમાં આવી રીતે નારી અદાલત થાય તેવી પણ સ્મૃતિ ઈરાની તૈયારીઓ દર્શાવી છે.

ગુજરાત નારી અદાલત મોડલ પ્રમાણે દિલ્લીમાં શરુ કરવામાં આવશે નારી અદાલત:સ્મૃતિ ઈરાની

ઉલ્લેખનીય છે કે, મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અગાઉ દિલ્હી અને શિમલા ખાતે પ્રવાસ કરીને મહિલા આયોગ અને નારી અદાલત બાબતે સ્થાનિક અધિકારીઓ સાથે પણ બેઠક કરી છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યમાં નારી અદાલત શરૂ થાય તે માટેના પ્રયાસો શરૂ થઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details