ગુજરાત

gujarat

ETV Bharat / state

ગૌણ સેવા પરીક્ષા: SIT પ્રથમ બેઠક મળી, ઉમેદવાર નેતાઓએ પુરાવા રજૂ કર્યા

ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગીની બિન સચિવાલય પરીક્ષામાં બબાલ થઈ છે. જેને લઈને છેલ્લા 3 દિવસથી ઉમેદવારો રસ્તા પર આંદોલન કરવા બેઠા છે. જેને લઈને રાજ્ય સરકારે પણ તાત્કાલિક સીટ કમિટીની જાહેરાત કરી હતી. જેની આજે પ્રથમ બેઠક સચિવાલય ખાતે આવેલ સામાન્ય વહીવટ વિભાગના કમિટી હોલમાં બેઠક મળી હતી. જેમાં સીટના તમામ સભ્યો અને ઉમેદવારોના આગેવાનો હાજર રહ્યા હતા.

Gandhinagar
Gandhinagar

By

Published : Dec 12, 2019, 8:18 PM IST

પ્રથમ બેઠક પૂર્ણ થયાં બાદ ઉમેદવારોના આગેવાનો યુવરાજસિંહ જાડેજા અને હાર્દિક પ્રજાપતિએ ETV ભારત સાથે ખાસ વાત કરી હતી. બંને આગેવાનોએ જણાવ્યું હતું કે, આજે પ્રથમ બેઠક મળી હતી. જેમાં તમામ અધિકારીઓએ સારો સાથ સહકાર આપ્યો છે. બેઠકની શરૂઆતમાં તમામ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. તમામ પૂરાવાઓ સીટની સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે સાથે જ કેટલા વાગ્યે પેપર ફૂટ્યું છે તે અંગેની પણ તમામ વાતચીત કરવામાં આવી છે.

ગૌણ સેવા પરીક્ષા: SIT પ્રથમ બેઠક મળી, ઉમેદવાર નેતાઓએ પુરાવા રજૂ કર્યા

ઉપરાંત ઉમેદવારો વચ્ચે છે પાઠ થઈ છે, તે અંગે પણ હાર્દિક પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ અમે આ સમગ્ર મામલે બહાર આવ્યા હતા, ફરી વખત પરીક્ષાની જાહેરાત કરાવી અને પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં અમે આંદોલન પણ કર્યું અત્યારે સરકાર હરકતમાં આવી અને હવે વિદ્યાર્થીઓ કઈ બાજુ જઈ રહ્યા છે તે કહી શકાય નહીં.

જ્યારે સીટના સભ્યો અને ગાંધીનગર રેન્જ આઈ. જી. મયુરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે બેઠક મળી હતી. જેમાં તમામ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી છે. ઉમેદવારોના તમામ પ્રશ્નોને સાંભળવામાં આવ્યા છે સાથે જ તેઓએ જે ટેકનિકલ પુરાવા આપ્યા છે તે મુદ્દે પણ એફ.એસ.એલ.ની પણ મદદ લેવામાં આવશે જ્યારે સમગ્ર તપાસ બાદ જ આખરી નિર્ણય લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા ગઈકાલે જ જાહેરાત કરી છે. જે સીટીની ટીમ દસ દિવસની અંદર ઉમેદવારો સાથે ચર્ચા અને તમામ મુદ્દે તપાસ કરીને રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે ત્યારબાદ જ પરીક્ષામાં છેડા થયા છે કે નહીં તે સાફ થશે.

ABOUT THE AUTHOR

...view details