ગાંધીનગર ગુજરાત વિધાનસભાની સત્તાવાર ચૂંટણી ( Announcement of Gujarat Assembly Elections ) ની જાહેરાતથાય તે પહેલાં જ સરકારે મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો હતો. આજે વહેલી સવારે 9 વાગ્યાની આસપાસ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ (Gandhinagar Civil Hospital )ના ઓડિટોરિયમમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યગૃહ પ્રધાન હર્ષ સંઘવી ( Harsh Sanghvi )એ હોમગાર્ડ ( Home Guard ) અને જીઆરડીના ( GRD ) જવાનોના ભથ્થામાં વધારો ( Salary Hike of Home Guard and GRD personnel ) કરવાની જાહેરાત કરી હતી. જેથી હવેથી હોમગાર્ડને પ્રતિદિન રૂ. 450 અને જીઆરડીના સભ્યને 200ના બદલે પ્રતિદિન રૂ. 300 ચુકવવામાં આવશે.
કોરોનામાં સારી કામગીરી હર્ષ સંઘવી ( Harsh Sanghvi ) એ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના પોલીસ દળની જેમ જ પોતાના પરિવાર કે પોતાના જીવનથી પહેલા રાષ્ટ્ર પ્રથમ જેમની પ્રાથમિક્તા છે. તેવા રાજ્યના હોમગાર્ડઝ તથા જીઆરડી જવાનોના માનદ વેતનના દરમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. એટલુ જ નહીં, કોરોનાના સમયમાં હોમગાર્ડઝના કુલ 38 જવાનોના અને જી.આર.ડી.ના 09 જવાનોના ફરજ દરમિયાન અવસાન થયા હતાં. રાજ્ય સરકાર ધ્વારા આ માનદ સભ્યોના અવસાનના કેસમાં દરેક સભ્યના પરિવારને આજે રૂ.25 લાખની સહાય મુખ્યમંત્રી રાહત ફંડ (Chief Minister Relief Fund) માંથી ચુકવવામાં આવી છે.