હાલ વેરાવળ બંદરથી આશરે 650 કિમી દૂર છે. સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં બદરો ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવાયું. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ગીર સોમનાથના 40 કરતા પણ વધારે ગામોને એલર્ટ પર રખાયા છે. NDRFની ટીમ રવાના હાલ ઘોઘા રો-રો ફેરી સુરક્ષાના ભાગ રૂપે બંધ કરાઈ છે. સમગ્ર અમરેલી જિલ્લા તેમજ તાલુકા મથકમાં સુરક્ષાના ભાગ રૂપે કન્ટ્રોલ પોઇન્ટ શરૂ કરી તંત્રને રિપોર્ટ આપવા તાકીદ કરાઈ છે.
ભાવનગરમાંરો-રો ફેરી સર્વિસ સ્થગિત કરાઈ છે. વાવાઝોડાની આગાહીના પગલે રો-રો ફેરી સર્વિસ સ્થગિત કરાઈ છે. દરિયાઈ વાવાઝોડાની આગાહીને લઈને 12 અને 13 જૂન સુધી રો-રો ફેરી સર્વિસ બંધ રહેશે. દ્વારકામાંહવામાન ખાતાની આગાહી બાદ ઓખા મેરીટાઇમ બોર્ડે દ્વારા ચેતવણી માટે બે નંબરનું સિગ્નલ લગાવાયું છે.માછીમારો અને ફેરીબોટ માલીકોને જાણકારી માટે બે નંબરનું સિગ્નલ લગાવાયું.જામનગરમાં 25 ગામ પર એલર્ટજામનગરમાં વાયુ વાવઝોડાને પગલે NDRFની બે ટીમ ખડેપગેછે.એક ટીમ જોડિયામાં રાખવામાં આવીછે. 25 જેટલા ગામોને એલર્ટ કરાયા છે.સેનાને પણ એલર્ટ રહેવા જિલ્લા કલેક્ટરનો આદેશ આપવામાં આવ્યો છે.
રાજકોટમાં NDRFની 1 ટીમ તૈનાત
રાજકોટમાં વાયુ વાવાઝોડાના પગલે તંત્ર એલર્ટ પર છે.NDRFની 1 ટીમ રાજકોટ પહોંચશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાનું એલર્ટ છે.રાજકોટ મનપાની ફાયરવિભાગની ટીમને એલર્ટ કરાયું છે.જિલ્લામાં આવતી નગરપાલિકાના ફાયરસ્ટાફના સ્ટાફને પણ એલર્ટ કરાયું છે.વાવાઝોડાને લઈને તાત્કાલિક પહોંચી શકાય અને મોટી જાનહાની ટાળી શકાય તે માટે તંત્ર એલર્ટ પર છે.
ગાંધીનગરમાં ગૃહ વિભાગ
ગાંધીનગરમાં વાવાઝોડાં દરમિયાન ગૃહ વિભાગની કામગિરીની રૂપરેખા તૈયાર કરવા બેઠક યોજાઈ હતી. ચીફ સેક્રેટરી જે એન સિંહના અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું. આ બેઠકમાં ડીજીપી શિવાનંદ ઝા અને ગૃહ વિભાગના મુખ્ય અધિક સચિવ આનંદ તિવારી હાજર રહ્યાં હતાં. વાવાઝોડાને લઈને ગૃહ વિભાગ કઈ રીતે કામગીરી કરશે તે મુદ્દે ચર્ચા કરાઈ હતી.
સુરતમાં અરબ સાગરમાં સર્જાયેલ લો-પ્રેશરના કારણે વાવાઝોડાની શક્યતા છે."વાયુ" નામના વાવાઝોડાની શક્યતાને પગલે ઓલપાડ તાલુકા વિકાસ અધિકારીની તંત્રને તાકીદ કરી છે.રેસ્ક્યુ માટે NDRFની ટીમને એલર્ટ કરાયું છે.દરિયા કિનારાના ગામોને એલર્ટ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. હાલમાછીમારોને દરિયો નહીં ખેડવા તાકીદ કરાી છે. ઓલપાડના 14 અને ચોર્યાસીના 7 ગામ એલર્ટ પર છે.