ગાંધીનગર: રાજ્યમાં 19 જૂનના રોજ વિધાનસભા સંકુલમાં રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. 5 બેઠકની રાજ્યસભાની ચૂંટણીમાં કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે અને કોવિડ-19થી બચવા માટે વિધાનસભાના એન્ટ્રી ગેટ પર હાઇ-ટેક થર્મલ સ્ક્રિનગ સિસ્ટમ મૂકવામાં આવી છે.
રાજ્યસભા ચૂંટણીઃ કોરોના સંક્રમણથી બચવા હાઈ-ટેક થર્મલ સિસ્ટમ મૂકાઈ
રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોરોના સંક્રમણથી બચવા હાઈટેક થર્મલ સિસ્ટમ મૂકવામાં આવી છે. 19 જૂનના રોજ રાજ્યસભાની 4 બેઠક માટે ચૂંટણી યોજાવાની છે.
કોરોના મહામારીમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હોવાથી તેમના માટે પણ રાજ્યસભાની ચૂંટણીમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પક્ષ પ્રમાણે જે ધારાસભ્યના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમના માટે વિધાનસભા સંકુલમાં જ આઇસોલેશન રૂમ પણ બનાવવામાં આવશે.
અમુક ધારાસભ્યોને ક્વોરેન્ટાઇન પિરિયડ હજૂ ચાલુ હોવાને કારણે કોઈને ચેપ ન લાગે અથવા તો કોઈના શરીરનું તાપમાન વધુ હોય તે ચેક કરવા માટે પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ, રાજ્યસભાની ચૂંટણી માટે વિધાનસભા સંકુલમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.