ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot AIIMS : રાજકોટ એઇમ્સનું 60 ટકા બાંધકામ પૂર્ણ, કામ પૂર્ણ થવા વિશે મળી જાણકારી

રાજકોટ એઇમ્સને લઇને મોટા સમાચાર બહાર આવ્યાં છે. રાજ્યના પ્રવક્તાપ્રધાન ઋઃષિકેશ પટેલના જણાવ્યાં પ્રમાણે હાલમાં રાજકોટ એઇમ્સનું 60 ટકા જેટલું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે. તેમણે 100 ટકા બાંધકામ ક્યાં સુધીમાં પૂર્ણ થશે તેની જાણકારી પણ આપી છે.

Rajkot AIIMS : રાજકોટ એઇમ્સનું 60 ટકા બાંધકામ પૂર્ણ, કામ પૂર્ણ થવા વિશે મળી જાણકારી
Rajkot AIIMS : રાજકોટ એઇમ્સનું 60 ટકા બાંધકામ પૂર્ણ, કામ પૂર્ણ થવા વિશે મળી જાણકારી

By

Published : May 24, 2023, 9:34 PM IST

60 ટકા જેટલું બાંધકામ પૂર્ણ

ગાંધીનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને સ્પીડમાં આપી છે અને રાજકોટના ખંડેરી ગામ પાસે નિર્માણ કાર્ય થઈ રહ્યું છે ત્યારે આજની કેબિનેટ બેઠકમાં રાજકોટ એઇમ્સની કામગીરીની પણ સમીક્ષા થઈ હતી. જેમાં રાજ્ય સરકારના પ્રવક્તાપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે એઇમ્સ રાજકોટનું 60 ટકા કામ પૂર્ણ થયું છે અને ઓક્ટોબર 2023 સુધીમાં બાંધકામનો સંપૂર્ણ કામ પૂરું કરવામાં આવશે.

ઓક્ટોબર 2023માં AIIMS હશે તૈયાર : પ્રવકતાપ્રધાન ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હાલ AIIMS રાજકોટ એઇમ્સનું 60 ટકા જેટલું નિર્માણકાર્ય પૂર્ણ થયું છે. ઓકટોબર-2023 સુધીમાં ગુજરાતની પ્રથમ એઇમ્સ રાજકોટનું 100 ટકા બાંધકામ પૂર્ણ થશે. આ ઇન્સ્ટીટ્યુટ કાર્યરત બનતા ગુજરાતની સાથે દેશની સ્વાસ્થ્ય સેવાને નવું બળ મળશે તેમ ઉમેર્યુ હતું.

ગુજરાતની પ્રથમ એઇમ્સનું 100 ટકા બાંધકામ 2023ના ઓક્ટોબર મહિના સુધીમાં પૂર્ણ ા તેવું આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં રાજકોટ એઇમ્સનું કામ 60 ટકા જેટલું પૂર્ણ થઇ ગયું છે. આશરે 1,58,879 ચો. મી. ના બાંધકામ વિસ્તારમાંથી 91,950 ચો. મી. વિસ્તારનું બાંધકામ પૂર્ણ થયેલ છે...ઋષિકેશ પટેલ (પ્રવક્તાપ્રધાન)

માઈલ સ્ટોન બનશે : રાજકોટ એઇમ્સ એ રાજયના સ્વાસ્થ્ય ક્ષેત્રે 'માઈલ સ્ટોન' બની રહેશે આશરે 1,58,879 ચો. મી. ના બાંધકામ વિસ્તારમાંથી 91,950 ચો. મી. વિસ્તારનું બાંધકામ પૂર્ણ થયેલ છે. અહીં 77,435 ચો. મી.ના હોસ્પિટલ વિસ્તારમાં 15 થી 20 સુપરસ્પેશિયાલિસ્ટ વિભાગ, ઇમરજન્સી, ટ્રોમા, આયુષ અને આઈસીયુ જેવી સુવિધાઓ, 27,911 ચો. મી. વિસ્તારમાં મેડિકલ અને નર્સિંગ કોલેજ, 51,198 ચો.મી. વિસ્તારમાં હોસ્ટેલ અને ક્વાટર્સ તથા 2335 ચો.મી. વિસ્તારમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.

2017-18ના બજેટમાં હતી જાહેરાત : કેન્દ્ર સરકારના વર્ષ 2017-18 ના બજેટમાં AIIMS - રાજકોટની જાહેરાત કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 1.58 લાખ ચો.મી. વિસ્તારમાં 750 બેડ અને હાલ 150 એમ.બી.બી.એસ વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી આ AIIMS નું ડિસેમ્બર,2020માં ઈ - ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહીં ડિસેમ્બર 2021થી કાર્યરત 14 સ્પેશિયાલિસ્ટ વિભાગોમાં અત્યાર સુધીમાં 50 હજારથી વધુ નાગરિકોએ ઓપીડી સેવાનો તથા 45 હજારથી વધુ નાગરિકોએ ટેલીમેડીસીન સેવાનો લાભ લીધો છે.

  1. AIIMS Rajkot: ઓકટોબરથી રાજકોટ એઈમ્સમાં IPD વિભાગ શરૂ, જિલ્લા ક્લેકટરની ચોખવટ
  2. Rajkot AIIMS Hospital : રાજકોટ AIIMS સુધી પહોંચવું થશે સરળ, ST વિભાગ શરૂ કરશે બસ સેવા
  3. રાજકોટમાં નિર્માણ થનાર AIIMSનું બિલ્ડીંગ કેવું હશે..?, જુઓ તસવીર

ABOUT THE AUTHOR

...view details