ગુજરાત

gujarat

ETV Bharat / state

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી ઉત્તર ગુજરાત સહિત પૂર્વ-મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ

ગાંધીનગર: રાજ્યમાં વાયુ વાવાઝોડાની અસર બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. જેમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે વરસાદની શરૂઆત થઈ છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લા અને તાલુકાઓમાં વરસાદનું આગમન થયું છે.

ઉત્તર ગુજરાત સહિત પૂર્વ-મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ

By

Published : Jun 24, 2019, 4:20 PM IST

ખેડા જિલ્લામાં આવેલા કઠલાલ તાલુકામાં 24 કલાકની અંદર સૌથી વધુ 75 મી.મી. એટલે કે 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. સાથે જ રાજ્યના 19 જિલ્લાઓના 66 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર ઝોનની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના કુલ 9 જિલ્લાઓ અને કચ્છ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ વરસ્યો નથી.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો પ્રમાણે સોમવારે ઉત્તર ગુજરાત ઝોનના 6 જિલ્લાઓમાંથી ગાંધીનગરના દહેગામ તાલુકામાં પોણા બે ઈંચથી વધુ એટલે કે 43 મી.મી., ગાંધીનગર તાલુકામાં 1 ઈંચથી વધુ એટલે 36 મી.મી. તેમજ માણસા તાલુકામાં 14 મી.મી. વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત, પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં 20 મી.મી., બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં 40 મી.મી., દિયોદરમાં 43 મી.મી., મહેસાણાના વિજાપુર તાલુકામાં 11 મી.મી., સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં 9 મી.મી., હિંમતનગર તાલુકામાં 30 મી.મી., પ્રાંતિજ તાલુકામાં 49 મી.મી., તલોદ તાલુકામાં 50 મી.મી. તેમજ વિજયનગર તાલુકામાં 10 મી.મી. વરસાદ વરસ્યો છે.

ABOUT THE AUTHOR

...view details