ગાંધીનગર : મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ચીનમાં કોરોના વાઇરસને કારણે સર્જાયેલી સ્થિતિમાં ફસાયેલા 100 ગુજરાતી સહિત ભારતના 300 યુવા વિદ્યાર્થીઓની આરોગ્ય સલામતી અને સુરક્ષા તેમજ તેમને વતન પરત લાવવાની જરૂરી વ્યવસ્થાઓ તત્કાલિક રીતે હાથ ધરવા માટે વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
કોરોના વાઇરસ : ગુજરાતના 100 જેટલા યુવાનો ચીનમાં, પરત લાવવાની તૈયારીઓ તેજ
ચીનમાં કોરોના નામનો વાઇરસ હદ વટાવી ચુક્યો છે. ત્યારે વાઇરસના કહેરને જોતા રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ત્વરિત રીતે ગુજરાતના યુવાનોના ડેટા કાઢ્યા હતા. તેમાં 100 જેટલા ગુજરાતીઓ ચીનમાં હોવાનું સામે આવ્યું છે. જેને લઈને મુખ્ય પ્રધાને વિદેશ પ્રધાન એસ.જયશંકર સાથે ટેલિફોનીક વાત કરી હતી. તેમજ તમામ ગુજરાતીઓને દેશમાં પરત લાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
રાજ્યના મુખ્ય પ્રધાને ગુજરાતના મૂળ વતની અને ચીનમાં મેડિકલનો અભ્યાસ કરતા યુવાનો વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના બાળકોના સ્વાસ્થ્ય અંગેની ચિંતા સીએમ રૂપાણી સમક્ષ કરી હતી. જેમાં રૂપાણીએ વાલીઓને પ્રતિસાદ આપીને તાત્કાલિક રીતે તેઓએ વિદેશપ્રધાન એસ જયશંકર સાથે વાતચીત કરીને સમગ્ર મામલે વધુ ધ્યાન દોરવા માટેનો અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિતના કુલ 300 જેટલા વિધાર્થીઓ ચીનમાં અભ્યાસ અર્થે વસવાટ કરી રહ્યા છે. જેમાં 100 જેટલા ગુજરાતી વિધાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિદેશ મંત્રાલયને મદદ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.