- દિવાળી પછી શાળાઓ બે તબક્કામાં શરૂ થાય તેવી શક્યતાઓ
- પ્રથમ તબક્કે ધોરણ 9થી 12 અને બીજા તબક્કામાં ધોરણ 1થી 8નો અભ્યાસ શરૂ કરવામાં આવશે
- ઓડ ઇવન પદ્ધતિથી શાળાઓ શરૂ કરવાની શક્યતાઓ
ગાંધીનગર: દેશમાં કોરોના વૈશ્વિક મહામારીને કારણે દેશની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ બંધ હતી. પરંતુ કેન્દ્ર સરકારના અનલોક-5 દરમિયાન અનેક રાજ્યોમાં શાળાઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ શાળા શરૂ કરવા બાબતે રાજ્યના શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની એક મહત્વની બેઠક મળી હતી. પરંતુ શાળાઓ ક્યારે શરૂ થશે તે અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત નથી, પરંતુ સૂત્રો તરફથી મળતી જાણકારી પ્રમાણે સૌપ્રથમ ધોરણ 9થી 12નો અભ્યાસ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ પ્રાથમિક ધોરણનો અભ્યાસ ડિસેમ્બર પછી શરૂ કરવામાં આવશે.
ઓડ ઇવન પદ્ધતિ અપનાવવામાં આવશે ??
જે રીતે શિક્ષણ વિભાગની તૈયારીઓ જોવા મળી રહી છે તે પ્રમાણે રાજ્યોની શાળાઓ શરૂ કરવા માટે કઈ ફોર્મ્યુલા અપનાવી જોઇએ. તે બાબતે પણ ચર્ચા વિચારણા થઈ રહી છે પરંતુ ઓડ ઇવન પદ્ધતિ ઉપર રાજ્ય સરકારે વધુ પ્રાધાન્ય આપતું હોય તેવા પણ માહિતી સામે આવી રહી છે. જ્યારે શાળામાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ઓડ ઇવન પદ્ધતિ અપનાવવામાં આવશે કે નહીં તે પણ જોવું રહ્યું.
દિવાળી પછી શાળાઓ શરૂ થશે
થોડા દિવસો પહેલા રાજ્યના શિક્ષણ વિભાગ ઉચ્ચ શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં અધ્યક્ષતામાં એક ખાસ મહત્ત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં શાળાઓ દિવાળી પછી વધુ કરવી અને જો શરૂ કરવામાં આવે તો કઈ રીતની શરૂઆત કરવી તે બાબતે પણ ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જ્યારે દિવાળી પછી શાળાઓ શરૂ થાય તો વિદ્યાર્થીઓના કોઈ ટેસ્ટ કરવાની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે.
જે શહેરોમાં કોરોનાનો કહેર હશે તેવા શહેરના અમુક વિસ્તારમાં શાળાઓ શરૂ નહીં થાય
રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ,બરોડા જેવા શહેરોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. ત્યારે આ તમામ શહેરોમાં કોરોનાના આંક દિન-પ્રતિદિન વધી રહ્યા હતા. ત્યારે હવે ભવિષ્યમાં પણ જો શાળાઓ શરૂ થાય અને કોના આંકમાં વધારો થાય તો જે તે શહેરના જે તે વિસ્તારમાં કે જ્યાં કોરોનાનો આંક વધી રહ્યો છે તેવા વિસ્તારની શાળાઓ શરૂ કરવામાં નહીં આવે તેવું પણ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ઓનલાઈન એજ્યુકેશન પર ફોકસ રહેશે
રાજ્યમાં તમામ શાળાઓમાં અત્યારે પ્રથમ સત્ર શરૂ થઈ ગયું છે. અભ્યાસક્રમ પણ ઓનલાઇન બનાવવામાં આવી રહ્યો છે પરંતુ જ્યારે શાળાઓ શરૂ થશે ત્યારે પણ ઓનલાઇન એજ્યુકેશન પર ફોકસ રાખવામાં આવશે. જ્યારે શાળામાં બાળકોને મોકલવા કે નહીં તે બાબતે વાલીઓનો અભિપ્રાય પણ શાળા તરફથી માંગવામાં આવશે. તેવી પણ વ્યવસ્થા અથવા તો આયોજન રાજ્ય સરકાર દ્વારા કરાઇ રહ્યું હોવાનું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ હતી.
રાજ્યમાં દિવાળી બાદ ધો. 9થી 12 અને ડિસેમ્બર બાદ ધો. 1થી 8ની શાળાઓ શરૂ કરવાનું સરકારનું આયોજન..!
ગુજરાતમાં શાળા શરૂ કરવા બાબતે રાજ્યના શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગની એક મહત્વની બેઠક મળી હતી. પરંતુ શાળાઓ ક્યારે શરૂ થશે તે અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ સૂત્રો તરફથી મળતી જાણકારી પ્રમાણે સૌપ્રથમ ધોરણ 9થી 12નો અભ્યાસ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ પ્રાથમિક ધોરણનો અભ્યાસ ડિસેમ્બર પછી શરૂ કરવામાં આવશે.
bhupendr