- વર્ગ 2 અને વર્ગ-3ના કર્મચારીઓ અહીં રહે છે
- 30 વર્ષથી પણ વધુ જૂના છે આ આવાસો
- સરકારે ઘરની બહાર નોટિસ લગાવી
ગાંધીનગર : સેક્ટર 17 ખાતે આવેલા જૂના એમએલએ ક્વાર્ટરમાં (Government housing) રહેતાં સરકારી કર્મચારીઓ તેમની ફેમિલી સાથે રહે છે. જોકે છેલ્લાં દસ દિવસ પહેલાં સરકારે તેમને મકાન ખાલી કરી બીજે રહેવા માટે નોટિસ આપી છે. આ ઉપરાંત દરેક એપાર્ટમેન્ટની બહાર જાહેર સૂચના પણ લખી છે આ જર્જરિત મકાનો છે, આ મકાનો રહેવા લાયક નથી તે પ્રકારની સૂચના ઘરની બહાર લગાવવામાં આવી છે. પરંતુ અહીંના કર્મચારીઓની માગ (Employees demand ) એ પ્રકારની છે કે અમને બીજા ક્વાર્ટર ફાળવવામાં નથી આવ્યા. જો બીજા કવાર્ટર ફાળવવા આવે તો અમે પરિવાર સાથે ત્યાં રહી શકીએ છીએ. પરંતુ એક બાજુ જોવા જઈએ તો મકાનોની હાલત જોતાં એવું લાગી રહ્યું છે કે આ મકાનો ખરેખર દયનીય સ્થિતિમાં જ છે જેથી ત્યાં પણ દુર્ઘટના બની શકવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે.
આ પહેલાં આ આવાસોમાં એરફોર્સના કર્મચારીઓને રાખવામાં આવતાં હતાં
અત્યારે આ મકાનોમાં ગુજરાત સરકારના કર્મચારીઓ રહે છે પરંતુ આ પહેલા અહીં એરપોર્ટના કર્મચારીઓ રહેતા હતાં. જેમને લેકાવાડા ખાતે આવાસ ફાળવવામાં આવતાં તેઓ ત્યાં શિફ્ટ થઈ ગયાં છે. અહીં રહેતા કર્મચારીઓનું કહેવું છે કે તેમને પાંચથી છ મહિના પહેલાં જ ત્યાં આવાસ ફાળવવામાં આવ્યાં છે. જ્યારે અહીં 15થી 25 જેટલા પરિવારો રહે છે જોકે તેમની માગ છે કે તેમને પણ આ પ્રકારે બીજા ક્વાર્ટર ફાળવવામાં આવે પરંતુ તે સંદર્ભે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી અને ક્વાર્ટર ખાલી કરવા સૂચન કરવામાં આવ્યું છે. જો કે કેટલાક સરકારી કર્મચારીઓ આવાસો ખાલી કરી આ પહેલાં પોતાના મકાનોમાં જતાં રહ્યાં છે. પરંતુ અહીં રહેલા આ કર્મચારીઓની માગણી (Employees demand ) નવી જગ્યાએ કવાર્ટર મળે તે પ્રકારની છે.