ગાંધીનગર : અંબાપુર ગામે અડાલજ-કોબા રોડ પર આવેલા ક્રિષ્ના ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં દારૂની મહેફીલ માણતા 13 નબીરા ઝડપાયા છે. અડાલજ પીઆઈ ડી. એ. ચૌધરીને મહેફીલ અંગે બાતમી મળી હતી. જેના આધારે પીએસઆઈ એમ. જે. શિંદેએ ટીમ સામે રેડ કરી હતી. જ્યાં પાર્ટીપ્લોટના રૂમની બહાર ખુલ્લી જગ્યામાં મહેફીલ જમાવીને બેઠેલા 13 યુવકો ઝડપાયા હતા. જ્યારે પાર્ટીપ્લોટમાં 10 યુવતીઓ પણ મળી આવી હતી.
કોબા ક્રિષ્ના ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ માણતા 23 લકોને પાલીસે ઝડપ્યા - અડાલજ પોલીસ
ગાંધીનગર અડાલજ કોબા રોડ ઉપર આવેલા ક્રિષ્ના ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ માણતા 23 લોકો પકડાયા હતા. જેમાં 10 યુવતીઓનો સમાવેશ થાય છે. અડાલજ પોલીસે દરોડો પાડીને આ નબીરાઓનાં રંગમાં ભંગ પાડ્યો હતો.
જેમાં પોલીસે ઘટના સ્થળેથી દારૂની 5 ખાલી બોટલો, નાના-મોટા 38 ગ્લાસ, 1.76 લાખની કિંમતના 11 ફોન, ઔડી અને એમજી હેક્ટર મળી 39 લાખની 9 કાર મળી કુલ 40.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમદાવાદની યુવતીની બર્થ ડે પાર્ટીમાં તેના હસબન્ડ સહિતના યુવકો દારૂ મહેફીલ માટે ભેગા થયા હતા. જ્યારે 10 યુવતીઓ દારૂના નશામાં ન હોવાનું મહિલા પોલીસને ધ્યાને આવતા તેમની સામે ગુનો નોંધ્યો નથી. જોકે તેમના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેના રિપોર્ટના આધારે જરૂર જણાશે તો તેમના નામ પણ આરોપીઓમાં સામેલ કરવામાં આવશે. હાલ તો સમગ્ર મુદ્દે અડાલજ પોલીસે 13 યુવક સામે પ્રોહી એક્ટ, એપેડેમીક ડિસીઝ એક્ટ મુજબ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
હિતેશ રમેશભાઈ જૈન | 29 વર્ષ | બી-43 ઓરચીડ ગ્રીન, શાહીબાગ |
પ્રિન્સ લલીતકુમાર સાલેચા | 27 વર્ષ | 16-1 ગીરધરનગર સોસા., શાહીબાગ |
ભાવીન જયંતીભાઈ જૈન | 28 વર્ષ | 303-પાશ્વનાથ એપાર્ટમેન્ટ, શાહીબાગ |
રાહુલ દિનેશભાઈ મહેતા | 28 વર્ષ | 1002-આદેશ્વર ટાવર, શાહીબાગ |
અંકિત રમેશભાઈ જૈન | 28 વર્ષ | 301, કેદાર ટાવર, શાહીબાગ |
શ્યામ નકુલ જૈન | 27 વર્ષ | ચંદન ગાલા રામનગર, સાબરમતી |
રોહન રમેશભાઈ જૈન | 28 વર્ષ | 4-રિટાપાર્ક, શાહીબાગ |
જીનેશ નરવીલલાલ જૈન | 31 વર્ષ | એ-92 ઓર્ચીડ ગ્રીન, શાહીબાગ |
હર્ષ ભવરલાલ શાહ | 29 વર્ષ | બી-3 સોમ એપાર્ટમેન્ટ, શાહીબાગ |
આદિત્ય અરવિંદકુમાર જૈન | 31 વર્ષ | એ-001 શગુન જ્યોતી એપા. શ્યામલ ચાર રસ્તા |
ભાવેશ સુરેશભાઈ ભણસાલી | 25 વર્ષ | જી-23 ઓર્ચીડ ગ્રીન્સ, શાહીબાગ |
વિમલ મહાવીર જૈન | 26 વર્ષ | એ-601 અનમોલ ટાવર, શાહીબાગ |
રોનક રાજેન્દ્રભાઈ શાહ | 31 વર્ષ | 133, સે-3 સર્વપરી સોસા. ઘાટલોડીયા |
TAGGED:
Gandhinagar