મુખ્યપ્રધાનનો જનતા જોગ સંદેશ ગાંધીનગર : વર્ષ 1959 માં લદાખમાં 10 થી વધારે પોલીસ જવાનો ચીની સેનાની ફાયરિંગમાં શહીદ થયા હતા. જેના એક મહિના બાદ તેમના મૃતદેહ ભારત દેશને પરત મળ્યા હતા. ત્યારથી 21 ઓક્ટોબરને પોલીસ શહીદ સ્મૃતિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ગુજરાતમાં પણ પોલીસ એકેડેમી કરાઈ ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય ગુહપ્રધાન હર્ષ સંઘવી અને પોલીસ વડા વિકાસ સહાય સહિત અમદાવાદ શહેર અને ગાંધીનગર જિલ્લાના સિનિયર પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ શહીદ સ્મૃતિ દિવસ : ગુજરાતમાં ચાલુ નોકરી દરમિયાન મૃત્યુ પામેલ અથવા તો આકસ્મિક ઘટનામાં જીવ ગુમાવનાર પોલીસ કર્મચારીઓની અનેક કથાઓ છે. શહીદ થયેલા પોલીસકર્મીઓની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 1971 થી લઈને વર્ષ 2023 સુધીમાં કુલ 671 જેટલા પોલીસ જવાનો શહીદ થયા છે. ત્યારે આજના દિવસે આ તમામ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જે પ્રકારે ભારતીય સેના દેશની આંતરરાષ્ટ્રીય બોર્ડરને સુરક્ષિત કરે છે, ત્યારે પોલીસ પણ દેશની અંદર સામાજિક દૂષણ વચ્ચે જનતાને સુરક્ષિત રાખે છે.
પોલીસ જવાનના મનમાં ક્યારેય એવું નથી થતું કે, હું આ બધાને સુરક્ષિત કરી રહ્યો છું પણ મારી જિંદગીનું શું થશે ? ગુજરાત હાલમાં દેશનું ગ્રોથ એન્જિન છે. ત્યારે આ ગ્રોથ એન્જિન ગુજરાતમાં જે શાંતિ અને સલામતી છે તે ગુજરાતના પોલીસ તંત્રના કારણે જ છે. --ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન, ગુજરાત રાજ્ય)
પોલીસ પ્રજાનો મિત્ર: હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું કે, હાલમાં નવરાત્રી ચાલી રહી છે, ત્યારે પોલીસકર્મીઓ નવરાત્રીના બંદોબસ્તમાં વ્યસ્ત છે. તેમ છતાં પણ આજે વહેલી સવારે આ કાર્યક્રમમાં હાજરી આપી છે. ત્યારે ગુજરાતને સુરક્ષિત રાખવા માટે ખૂબ જ સારી કામગીરી કરવામાં આવે છે. કોરોના સમયમાં હોસ્પિટલમાં ડોક્ટર દર્દીઓની સેવા કરી રહ્યા હતા, ત્યારે ગુજરાત પોલીસના તમામ જવાનોએ પણ ડોક્ટરો સાથે ખભા મેળવીને ફ્રન્ટ વોરિયર્સ તરીકે કામ કર્યું હતું. આ પોલીસ જવાનો ખૂબ ઠંડી હોય કે પછી ભયંકર ગરમી હોય તો પણ ટ્રાફિકની કામગીરી, ડ્રગ્સના દુષણ સામે લડવાનું હોય કે વ્યાજના દૂષણ સામે લડવાનું હોય તેમાં પોલીસ ફોર્સનો જ સૌથી મોટો ફાળો છે.
કરાઈ પોલીસ એકેડેમી ખાતે શહીદ પોલીસકર્મીઓનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મુખ્યપ્રધાનનો જનતા જોગ સંદેશ : અમદાવાદના ઇસ્કોન એક્સિડન્ટને યાદ કરતા હર્ષ સંઘવીએ નિવેદન કર્યું હતું કે, અકસ્માતમાં પોલીસના જવાનો મૃત્યુ પામ્યા હતા. ત્યારે પોલીસકર્મી પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ફરજ બજાવીને લોકોને સુરક્ષિત રાખી રહ્યા છે. રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાતની જનતાને નિવેદન કર્યું હતું કે, આજે પોલીસના જવાનો અને તેમના પરિવારજનો દ્વારા જે બલિદાન આપવામાં આવ્યું છે તે બદલ રસ્તામાં તમને જ્યાં ક્યાંય પણ પોલીસ દેખાય તો તેમને સેલ્યુટ કરજો, જેથી પોલીસનું મનોબળ વધુ મજબૂત બને. ત્યારે આ વાતને રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પણ દોરાવી હતી અને પોલીસના જવાનોને સેલ્યુટ આપવાની વાત કરી હતી.
આ પોલીસ જવાનો ખૂબ ઠંડી હોય કે પછી ભયંકર ગરમી હોય તો પણ ટ્રાફિકની કામગીરી, ડ્રગ્સના દુષણ સામે લડવાનું હોય કે વ્યાજના દૂષણ સામે લડવાનું હોય તેમાં પોલીસ ફોર્સનો જ સૌથી મોટો ફાળો છે. --હર્ષ સંઘવી (ગૃહ રાજ્યપ્રધાન)
ફરજપરસ્ત પોલીસકર્મી : પોલીસ શહીદ સ્મૃતિ દિન નિમિત્તે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ગમે ત્યારે પોલીસ હાજર હોય છે અને આપત્તિનો સમય હોય, લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવાના હોય ત્યારે કોઈ અન્ય વ્યક્તિ અસુરક્ષિત જગ્યાએ ન પહોંચે તેને ધ્યાનમાં લઈને પોલીસ જવાન ત્યાં ફરજ બજાવતો હોય છે. ત્યારે પોલીસ જવાનના મનમાં ક્યારેય એવું નથી થતું કે, મારું શું થશે, હું આ બધાને સુરક્ષિત કરી રહ્યો છું પણ મારી જિંદગીનું શું થશે ? ગુજરાત હાલમાં દેશનું ગ્રોથ એન્જિન છે. ત્યારે આ ગ્રોથ એન્જિન ગુજરાતમાં જે શાંતિ અને સલામતી છે તે પણ ગુજરાતના પોલીસ તંત્રના કારણે જ હોવાની વાત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી હતી.
- Vibrant Gujarat Vibrant Kutch : કચ્છ જિલ્લો બન્યો નિકાસમાં નંબર 1, હાલમાં 1.4 લાખ કરોડથી વધુના રોકાણ કાર્યરત
- Navratri 2023 : રાજ્યમાં હવે મોડી રાત્રી સુધી ચાલશે નોનસ્ટોપ ગરબા, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કરી જાહેરાત