ગુજરાત

gujarat

મને કે મારી દિકરીને કંઈ પણ થશે એની જવાબદારી ગૌરવ દહિયાની હશે: લીનુંસિંહ

By

Published : Aug 20, 2019, 9:55 PM IST

ગાંધીનગરઃ IAS અધિકારી ગૌરવ દહિયાની કથિત પત્ની ગુજરાત આવતાની સાથે જ વિવાદ વધુ ચગ્યો છે. ગાંધીનગર આવેલા લીનુંસિંહ બે દિવસ રોકશે. આજે તેમણે મહિલા આયોગમાં ગૌરવ દહિયા વિરુદ્વ લેખિત અને મૌખિક ફરીયાદ કરી પુરાવા રજુ કર્યા હતાં. આવતી કાલે તેઓ આઈજી અને ડીજીને મળી ન્યાયની માગ કરશે. મીડિયા સાથે વાત કરતાં લીનુંસિંહે કહ્યુ હતું કે, 'ગૌરવ દહિયાના ટાર્ગેટ પર મારી 6 મહિનાની દિકરી છે. જો મને કે મારી પૂત્રીને કંઈ પણ થશે તો તેના માટે ગૌરવ જ જવાબદાર ગણાશે.'

મને કે મારી દિકરીને કંઈ પણ થશે એની જવાબદારી ગૌરવ દહિયાની હશે- લીનુંસિંહ

IAS અધિકારી ગૌરવ દહિયા સામે સનસનીખેજ આરોપો લગાવનાર દિલ્હીની મહિલા લીનુંસિંહે આજે ગાંધીનગરમાં ધામા નાંખ્યા હતાં. ગાંધીનગર આવીને તેઓ સીધા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. સીએમઓ ઓફિસમાંથી યુવતીને રાજ્ય સરકારે રચેલ કમિટીના અદયક્ષ સુનાયના તોમર ને મળવાનું સૂચન અપાયુ હતું. આ પહેલા તેમણે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાને રૂબરૂ મળીને લેખિતમાં ફરિયાદ કરી હતી. તેમજ ગૌરવ દહિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની પણ માગ કરી હતી. ત્યારબાદ લિંનુંસિંહ રાજ્યના મહિલા આયોગમાં ફરિયાદ કરવા પહોંચ્યા હતાં.

મને કે મારી દિકરીને કંઈ પણ થશે એની જવાબદારી ગૌરવ દહિયાની હશે: લીનુંસિંહ


મહિલા આયોગના અદયક્ષ લીલાબેન અંકોલીયાએ મહિલા સાથે બંધ બારણે રજુઆત સાંભળી હતી. ત્યારપછી અંકોલીયાએ મહિલા પાસેથી લેખિતમાં અરજી લીધી હતી. આ અંગે લીલાબેનઅંકોલીયાએ જણાવ્યું હતું કે, ગૌરવ દહિયા સામેની ફરીયાદમાં પીડિતાના નિવેદન લેવામાં આવ્યા છે. પીડિતાએ તેની આપવીતી જણાવી છે. જે અંગે ગૌરવ દહિયાને અગાઉ નોટીસ આપી છે બીજી વાર પણ નોટીસ આપી બોલાવીશું. આ ઉપરાંત કેન્દ્રીય મહિલા આયોગને પણ અરજી આપીશું. દહિયાને હાજર થવા માટે ગાંધીનગર પોલીસ ને સૂચન અપાયું છે.


કમિટીના અધ્યક્ષ સુનયના તોમર સાથે બેઠક બાદ દિલ્હીની પીડિતા યુવતીએ જણાવ્યું હતું કે, આવતીકાલે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંઘ સાથે બેઠક કરીને ગૌરવ દહિયા વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવાય તેવી માગ કરીશ. પીડિત યુવતી વધુમાં જણાવ્યું હતું કે ગૌરવ તૈયા એ તેની પ્રથમ પત્ની સાથે પણ આવી રીતે કર્યું છે મારી સાથે પણ આવું જ કર્યું છે હવે બીજી કોઈ વ્યક્તિ સાથે આવું ન થાય તે માટે હું લડત આપી રહી છું.

તેણે દહેશત વયક્ત કરતાં કહ્યુ હતું કે, મારી દિકરી ગૌરવના ટાર્ગેટ પર છે. કેમ કે એનો DNA ટેસ્ટ થશે એટલે સાયુ-ખોટુ બધુ બહાર આવી જશે. દિલ્હીમાં મારુ કોઈ નથી. જ્યારે ગૌરવની આખી ફેમિલી દિલ્હીમાં રહે છે. જો મને કે મારી દિકરીને કંઈ પણ થશે તો તેની સંપુર્ણ જવાબદારી ગૌરવ દહિયાની રહેશે.

ABOUT THE AUTHOR

...view details