- રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ખાદી ખરીદી થશે
- કર્મચારીઓ દ્વારા ખાદી ખરીદી કરવાની આપવામાં આવી સૂચના
- નાના-નાના કારીગરોને રોજગારી મળે તે બાબતે ખાદી ખરીદી નો નિર્ણય
ગાંધીનગર :શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગના પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક ટેકનિકલ અને નોન ટેકનિકલ ના તમામ કર્મચારીઓ શિક્ષકો પ્રોફેસરો અને ઓફિસ સ્ટાફ ને ખાદી ખરીદી કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે ખાદી ખરીદવી એ ફરજિયાત નહીં હોવાની વાત પણ જીતુ વાઘાણીએ કરી હતી.
કારીગરોને રોજગારી મળે તે બાબતે ખાદી ખરીદી નો નિર્ણય
આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી જયંતી ની 150 મી જન્મ જયંતી નિમિત્તે ખાદી પર ફેશન ખાદી ફોર્મેશન નું સૂત્ર આપ્યું હતું. ત્યારે 20 વર્ષ સુધી સત્તામાં છે, ત્યારે ખાદી ખરીદી અને તેની ઉજવણી કરવાનો નિર્ણય કેબિનેટની બેઠકમાં કરવામાં આવ્યો છે. આમ ખાદી સાથે સંકળાયેલા નાના-નાના કારીગરોને વધુ રોજગારી મળે તે બાબતે પણ ખાદી ખરીદી નો નિર્ણય કરવામાં આવ્યો છે.
25 ઓક્ટોબરના રોજ શિક્ષણ વિભાગના તમામ કર્મચારીઓ ખાદીની ખરીદી કરશે શિક્ષણવિભાગના ઉચ્ચ અધિકારીઓ કરી ખરીદી 25 ઓક્ટોબરના રોજ રાજ્યના તમામ શિક્ષણ વિભાગના કર્મચારીઓ ટેકનિકલ સ્ટાફ અને નોન ટેકનિકલ સ્ટાફ ઉપરાંત શિક્ષકો અને રાજ્યની તમામ શાળાઓમાં કચેરીમાં કામ કરતાં તમામ કર્મચારીઓને પણ ખાદીની ખરીદી કરવા માટેની નોટિફિકેશન રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેર કરશે, ત્યારે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી ઉપરાંત શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસજી હૈદર અને વિનોદ રાવે પણ ખાદી ખરીદી કરી હતી.
ખરીદી ઉપર 20 ટકા ડિસ્કાઉન્ટ
દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા 2જી ઓકટોબર એટલે કે ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ખાદીની ખરીદી ઉપર 20 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરે છે. અને આ ડિસ્કાઉન્ટ ની મુદત 31 ઓકટોબર સુધીની હોય છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા 31 ઓકટોબર સુધી ખાદીની ખરીદીમાં 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
આ પણ વાંચોઃપોરબંદરમાં મહેર સમાજના પરંપરાગત પહેરવેશ સાથે રાસનું આયોજન કરાયું
આ પણ વાંચોઃસુરતમાં વડાપ્રધાનની સ્પીચ દરમિયાન પ્રધાન રાઘવજી પટેલ ઉંઘતા દેખાયા