ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે રૂપિયા પ૦૦થી ઓછી કિંમતના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પનું ફિઝીકલ વેચાણ 31 ડિસેમ્બર સુધી યથાવત

ગાંધીનગર: રાજ્યના સામાન્ય નાગરિકો અને નાના સ્ટેમ્પની મુશ્કેલીઓ નિવારવાની રાજ્ય સરકારે સ્ટેમ્પમાં લેવાયેલા નિર્ણયમાં સુધારો કર્યો છે. જેમાં હવે રૂપિયા 500થી ઓછી કિંમતના નોન જ્યૂડીશયલ સ્ટેમપનું ફિઝિકલ વેંચાણ 31 ડિસેમ્બર 2019 સુધી યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે.

file photo

By

Published : Sep 27, 2019, 10:52 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ લીધેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં રૂપિયા પ૦૦થી ઓછી કિંમતના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનું ફિઝીકલ વેંચાણ વધુ ત્રણ મહિના એટલે કે તારીખ ૧ ઓકટોબરથી ૩૧ ડિસેમ્બર ર૦૧૯ સુધી ચાલુ રાખવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રૂપિયા પ૦૦થી વધુની રકમના નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપરનો ફિઝીકલ ઉપયોગ તારીખ ૧ ઓકટોબર ર૦૧૯થી બંધ કરીને ડિઝીટલ સ્ટેમ્પીંગ સુવિધાનો ઉપયોગ કરવાનું યથાવત રાખવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે કરેલા સુધારાના કારણે નાના વેપારીઓ અને ઉપયોગ કરતાઓને હાશકારો મળ્યો છે. જ્યારે અગાઉથી લીધેલા સ્ટેમ્પમાં રાજ્ય સરકારના નિર્ણયથી નુકસાન થવાની શકયતા હતી. જેમાં આ નવા નિર્ણયને કારણે નુકશાનની માત્રા ઓછી થશે.

ABOUT THE AUTHOR

...view details