ગુજરાત

gujarat

ગુજરાતમાં ભાવનગર, સાણંદ અને ઉમરાળામાં કરોડોના ખર્ચે તૈયાર થશે નવી કોર્ટ બિલ્ડિંગ

By

Published : May 20, 2022, 4:03 PM IST

ગુજરાતમાં કોર્ટના બિલ્ડીંગ નવા અને અદ્યતન સુવિધાસભર (New court buildings)બનાવવાનો નિર્ણય કર્યો છે. કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, ભાવનગર, સાણંદ અને ઉમરાળામાં 68.94 કરોડના ખર્ચે નવી કોર્ટ સંકુલ તૈયાર કરવામાં આવશે.

ગુજરાતમાં ભાવનગર, સાણંદ અને ઉમરાળામાં કરોડોના ખર્ચે તૈયાર થશે નવી કોર્ટ બિલ્ડિંગ
ગુજરાતમાં ભાવનગર, સાણંદ અને ઉમરાળામાં કરોડોના ખર્ચે તૈયાર થશે નવી કોર્ટ બિલ્ડિંગ

ગાંધીનગર: રાજ્યની કોર્ટના બિલ્ડીંગ નવા અને અદ્યતન સુવિધાસભર બનાવવાનો (New court buildings)નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રૂપિયા 17 કરોડના ખર્ચે ઉમરાળા અને સાણંદની તાલુકા કોર્ટ અને રૂપિયા 51.94 કરોડના ખર્ચે ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટના બિલ્ડિંગ નવા અને સુવિધાસભર બનાવશે. આ કોર્ટ બિલ્ડિંગમાં કોર્ટ રૂમ, જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સહિતની તમામ જરૂરી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાશે.

ભાવનગરના ઉમરાળામાં બિલ્ડિંગ બનશે -કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું કે, ભાવનગરના ઉમરાળામાં નવી તાલુકા કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટે નાણા( new court building in Umrala)વિભાગ દ્વારા કુલ રૂપિયા 8,25,64,000 ની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. 02257.00 ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં આકાર લેનાર આ અદ્યતન નવી તાલુકા કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ ગ્રાઉન્ડ વધારે 1 માળનું કરવામાં આવનાર છે. આ કોર્ટ બિલ્ડીંગમાં 2 કોર્ટરૂમની સુવિધા ઉપલબ્ધ થનાર છે. તેમજ જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી, કોન્ફરન્સ રૂમ, કેન્ટીન, સ્ટોર રૂમ, રેકર્ડ રૂમ, રજીસ્ટ્રાર, એડમીન બ્રાન્ચ તેમજ પાર્કીંગ શેડ, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને ફાયર ફાયટીંગ સિસ્ટમ સહિતની તમામ જરૂરી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થનાર છે.

આ પણ વાંચોઃGujarat Budget 2022: જનકલ્યાણવાળું બજેટ, નાણાંપ્રધાને બજેટમાં ખૂબ મહેનત કરી : રાજેન્દ્ર ત્રિવેદી

સાણંદની કોર્ટ પણ નવી બનશે -ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે સાણંદ અમદાવાદ ગ્રામ્યમાં નવી તાલુકા કોર્ટ બિલ્ડીંગના (New court building in rural Ahmedabad)બાંધકામ માટે નાણા વિભાગ દ્વારા કુલ રૂપિયા 8,72,00,000ની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. 3311.00ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં ઉભી થઈ રહેલી આ નવી તાલુકા કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ ગ્રાઉન્ડ વધારે 2 માળનું કરવામાં આવનાર છે. આ કોર્ટ બિલ્ડીંગમાં 4 કોર્ટ રૂમની સુવિધા ઉપલબ્ધ થનાર છે. આ કોર્ટ બિલ્ડિંગમાં પણ જરૂરી તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી, કોન્ફરન્સ રૂમ, કેન્ટીન, સ્ટોર રૂમ, રેકર્ડ રૂમ, રજીસ્ટ્રાર, એડમીન બ્રાન્ચ તેમજ પાર્કીંગ શેડ, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને ફાયર ફાયટીંગ સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ કરાશે.

આ પણ વાંચોઃRevenue Issue Gujarat: મહેસૂલના પડતર પ્રશ્નો અંગે કોંગ્રેસના ધારાસભ્યોએ મહેસૂલ પ્રધાન સાથે કરી બેઠક

ભાવનગરની નવી ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડિંગ -ભાવનગરમાં નવી ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગના બાંધકામ માટે નાણા વિભાગ દ્વારા કુલ રૂપિયા 51,94,00,000 ની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. 16050.00 ચો.મી.ના બિલ્ટઅપ એરિયામાં તૈયાર થઈ રહેલા આ નવી ડિસ્ટ્રીક્ટ કોર્ટ બિલ્ડીંગનું બાંધકામ ગ્રાઉન્ડ વધારે 4 માળનું કરવામાં આવનાર છે. આ કોર્ટ બિલ્ડીંગમાં 25 કોર્ટ રૂમની સુવિધા ઉપલબ્ધ થનાર છે. તેમજ જેન્ટ્સ અને લેડીઝ બાર રૂમ, બાર લાયબ્રેરી, જજીસ લાયબ્રેરી, કોન્ફરન્સ રૂમ, કેન્ટીન, સ્ટોર રૂમ, રેકર્ડ રૂમ, રજીસ્ટ્રાર, એડમીન બ્રાન્ચ તેમજ પાર્કીંગ શેડ, ગાર્ડન, રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને ફાયર ફાયટીંગ સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ થશે.

ABOUT THE AUTHOR

...view details