ગાંધીનગરઃ રાજ્યસભા ચૂંટણીએ ગુજરાતના મોટા જ નહીં નાના રાજકીય પક્ષને પણ ઉપરતળે કરી નાખ્યાં છે. NCP ધારાસભ્ય કાંધલ જાડેજાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યસભા ચૂંટણીમાં પોતે ભાજપને મત આપશે તેમ જણાવતાં એનસીપીમાં હડકંપ મચ્યો છે. કાંધલ જાડેજાએ રાજ્યસભા ચૂંટણી માટે ભાજપને કેમ મત આપશે તેનું કારણ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, "તેમના વિસ્તારમાં વિકાસના કામો થાય તે માટે મુખ્યપ્રધાન વિજય રુપાણી સાથે બેઠક કરી હતી અને વિકાસના મુદ્દા પર તેઓ ભાજપને સાથ આપશે."કાંધલ જાડેજાએ એમ પણ જણાવ્યું હતું કે, "હું જે કાંઈ કરું છું તેમાં મારી પ્રજા સાથે વાત થઈ છે અને મારા વિસ્તારના કામો થાય તે માટે હું ભાજપને મત આપીશ."
હવે NCP ઝપટમાં? MLA કાંધલ જાડેજા રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને સમર્થન આપશે - પ્રદીપસિંહ જાડેજા
રાજ્યસભા ચૂંટણીએ ગુજરાતના મોટા જ નહીં નાના રાજકીય પક્ષને પણ ઉપરતળે કરી નાખ્યાં છે. એનસીપી ધારાસભ્ય કાંધલ જાડેજાએ એક પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યસભા ચૂંટણીમાં પોતે ભાજપને મત આપશે તેમ જણાવતાં એનસીપીમાં હડકંપ મચ્યો છે.
હવે NCP ઝપટમાં? MLA કાંધલ જાડેજા રાજ્યસભા ચૂંટણીમાં ભાજપને સમર્થન આપશે
આ સંદર્ભે રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, "કાંધલભાઈના આ પગલાંને અમે આવકારીએ છીએ. તેઓ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મત આપશે."