ગાંધીનગર: ધાનેરાના કોંગી ધારાસભ્ય નાથાભાઈ પટેલે કહ્યું કે, વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. આ મુદ્દાને હવે ઉભો કરવામાં આવ્યો છે. તે સમયે મેં ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું, તેવું ભાજપના વ્યક્તિ મુકેશ ઠક્કર દ્વારા કલેક્ટર કચેરીમાં મારા વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. આ અરજી મારી ઉપર દબાણ લાવવામાં આવી રહ્યું છે.
રાજ્યસભા ચૂંટણીઃ કોંગ્રેસનો ગંભીર આરોપ, 'ચૂંટણી આવી એટલે કોંગી MLA સામે અરજીઓ થઇ' - વિધાનસભા
26 માર્ચે ગુજરાતની 4 રાજ્યસભાની બેઠક પર ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડી ગયું છે, ભાજપે રમીલાબારા અને અભય ભારદ્વાજના નામની જાહેરાત કરી છે, પરંતુ વિધાનસભાની સંખ્યાબળ જોતા ભાજપના હાથમાંથી એક સીટ ઓછી થાય તેવું જોવા મળી રહ્યું છે. ધાનેરાના કોંગી ધારાસભ્ય સામે ખોટા સોગંદનામાની કલેક્ટરમાં અરજી થઈ છે. આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય નાથાભાઈ પટેલે કહ્યું કે, ભાજપના માણસ દ્વારા મારી સામે ખોટી અરજી કરવામાં આવી છે.
રાજ્યસભા
વિધાનસભામાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે. કોંગ્રેસ ધારાસભ્યે કહ્યું કે, ગાંધીનગરમાં છું, પરંતુ આ બાબતને કોંગ્રેસ પક્ષમાં જાણ કરી છે. મારા હક અને બચાવ માટે હાઈકોર્ટમાં રિટ પણ કરી છે. રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે જોડતોડનું રાજકારણ શરૂ કર્યું છે.
Last Updated : Mar 12, 2020, 2:27 PM IST