ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્વ.શ્યામાપ્રસાદ મુખરજીની 119મી જન્મતિથી નિમિતે મુખ્યપ્રધાને પુષ્પાંજલિ અર્પણ કરી - gandhinagar

ગાંધીનગરઃ સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની 119મી જન્મતિથી છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા પોડિયમમાં સદ્દગતના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

GNR

By

Published : Jul 7, 2019, 2:38 AM IST

મુખ્યમંત્રીએ શ્યામાપ્રસાદ મુખરજીને ભાવાંજલિ આપતાં જણાવ્યું હતું કે, કાશ્મીર ભારતનું અવિભાજય અંગ છે અને સ્વ. શ્યામાપ્રસાદજીના સપના પ્રમાણે 370મી કલમ અને 35-A દૂર થાય તેવી દેશની જનતાની ભાવના સાકાર થાય તે દિવસો હવે દૂર નથી રહ્યાં.

સ્વ.શ્યામાપ્રસાદ મુખરજીની 119 મી જન્મતિથીએ રૂપાણીએ પુષ્પાંજલિ કરી

ભારતીય જનસંઘના સ્થાપક અધ્યક્ષ સ્વ. શ્યામાપ્રસાદજીને આ જ સાચી શ્રધ્ધાંજલિ હોઇ શકે. વધુમાં જણાવ્યું હતુ કે, કાશ્મીર માટે સંઘર્ષરત રહેલા સ્વ. મુખરજીની વંદના કરતા એક ભારત શ્રેષ્ઠ ભારત બને તેવી સંકલ્પના પણ વ્યકત કરી હતી.

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ધારાસભ્યો, અગ્રણીઓએ પણ સ્વ. મુખરજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details