ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે, પરંતુ ગુજરાત માટે હવે સારા સમાચાર પણ કહી શકાય કે, રાજ્યમાં બે હજારથી વધુ કોરાના પોઝિટિવ દર્દીઓ એ કોરોનાને માત આપી છે. આ સાથે જ છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો ફક્ત 23 લોકોના જ કોરોના વાઈરસના કારણે મોત થયા છે. જે છેલ્લા સાત દિવસની સરખામણીએ સૌથી ઓછો મૃત્યુ આંક છે.
રાજ્યમાં ગત ચોવીસ કલાકમાં 23 મોત સહિત નવા 394 પોઝિટિવ કેસ નોધાયા, કુલ સંક્રમિત લોકોની સંખ્યા 7,797 - કોરોના વાઈરસ અસર
ગુજરાતમાં આજે કોરોનાના કુલ 394 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યાનો આંકડો 7797 પર પહોંચ્યો છે. જ્યારે બીજી બાજુ રાજ્યમાં 2091 લોકોએ કોરોનાને માત આપી છે.
આજે શનિવારના રોજ રાજ્યમાં કોરોનાના કુલ 394 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 280 કેસ નોંધાયા છે. કોરોના વાઈરસ અંગે રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના કેસના મૃત્યુના આંકડામાં છેલ્લા સાત દિવસમાં સૌથી ઓછો આંકડો આજે આવ્યો છે. જે ગુજરાત માટે સારું કહી શકાય. આ ઉપરાંત રાજ્યમાં કુલ કોરોના વાઈરસ કેસની સંખ્યા 7797એ પહોંચી છે. જેમાંથી 2091થી વધુ દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ સાથે જ કુલ 7797 દર્દીમાંથી 27 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે જ્યારે 5210 દર્દી સ્ટેબલ છે.
ઉલ્લેખનીય છે કે, જે રીતે કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે દવાખાનામાં પણ બેડની સંખ્યા ઓછી પડી રહી છે. જેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા પોલિસીને રિવાઈઝ કરવામાં આવી છે. તે રિવાઇઝ પોલિસીનો અમલ ગુજરાતમાં કરવામાં આવશે.
આજે 394 કેસ નોંધાયા, 23 મોત, ડિસ્ચાર્જ 219 લોકો...
- અમદાવાદ -280
- બરોડા -28
- સુરત -30
- રાજકોટ- 2
- ભાવનગર -10
- ભરૂચ- 1
- ગાંધીનગર- 22
- પંચમહાલ- 2
- બનાસકાંઠા- 2
- બોટાદ -2
- દાહોદ -1
- ખેડા- 2
- જામનગર- 7
- અરવલ્લી- 4
- મહીસાગર- 1