ગાંધીનગર ગુજરાતમાં ભાજપ પક્ષે વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક સાથે મહાવિજય પ્રાપ્ત કર્યો છે. ત્યારે 12 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલ સહિતના અન્ય પ્રધાનોએ પણ શપથ ગ્રહણ કર્યા હતાં. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના અન્ય પ્રધાનોએ પોતાની ઓફિસનો ચાર્જ (Gujarat Cabinet Minister Takes Charge ) સંભાળ્યો હતો. જોકે શિક્ષણ પ્રધાન કુબેર ડીંડોરે હજુ ચાર્જ લીધો નથી.
કોણે કેવી રીતે ચાર્જ સંભાળ્યો ભૂપેન્દ્ર પટેલની સરકારના તમામ પ્રધાનોએ પોતાના કુળદેવતા, દેવી અને માતાપિતાના ફોટા લગાવીને તેમની પૂજાઅર્ચના કરીને ઓફિસનો ચાર્જ સંભાળ્યો હતો. નવી સરકારનું કામકાજ શરુ કરતાં પહેલાં ઓફિસ ચાર્જ સંભાળવાની પરંપરા નીભાવાતી હોય છે. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના શ્રદ્ધેય દાદા ભગવાનના આશીર્વાદ લીધાં હતાં. સીએમ ભૂપેન્દ્ર પટેલે દાદા ભગવાનની મૂર્તિને ફૂલહાર કરીને ઓફિસનો ફરી ચાર્જ (Bhupendra Patel takes charge of CMO office ) લીધો હતો. અગાઉ જયારે પ્રથમ વખત મુખ્યપ્રધાન તરીકે નિયુક્ત થયા ત્યારે જ ઓફિસમાં દાદા ભગવાન સ્થાપના કરી હતી. તે રીતે અન્ય પ્રધાનોએ પણ પોતાના કયા શ્રદ્ધેયના આશીર્વાદ ( Ministers Taking Charge with Worship ) લઇને ગાદી સંભાળવાનું કામ (Gujarat Cabinet Minister Takes Charge ) શરુ કર્યું તે જોઇએ.
કનુ દેસાઈ કનુ દેસાઇએ ચાર્જ (Kanu Desai Takes Charge )સંભાળ્યો ત્યારે ફક્ત ઓફિસમાં ફૂલ હાર કરવામાં આવ્યા હતાં. કનુ દેસાઈને જૂની જ ઓફિસમાં ફરીથી સત્તા સંભાળી છે એટલે તેઓ ભગવાનના દર્શન કરીને ચાર્જ સંભાળ્યો હતો.
કુંવરજી બાવળિયા વિજય રૂપાણીની સરકારમાં જ્યારે તેઓને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા હતાં. ત્યારે પણ તેઓએ સત્યનારાયણની કથા કરીને ચાર્જ સંભાળ્યો હતો. ત્યારે આજે ફરીથી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેબિનેટ દરજ્જો મળ્યો છે ત્યારે કુંવરજી બાવળિયા તેમના પરિવારજનો સાથે મળીને ઓફિસની અંદર જ સત્યનારાયણની કથા કરાવીને મંત્રોચ્ચાર સાથે ઓફિસનો ચાર્જ (Kunvarji Bavaliya Takes Charge)લીધો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે છેવાડાના ગામડાઓ સુધી પીવાના પાણી માટેની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ભૂતકાળમાં પણ પ્રયાસો કર્યા છે. થોડી યોજનાઓ હજી અધૂરી અને બાકી છે તે યોજના પૂર્ણ થાય અને લોકોને સંતોષકારક પાણી મળે તે બાબતે આયોજન કરવામાં આવ્યું છે. જે વિસ્તારમાં શરૂ કરવાની વાત છે અને ટેન્કર રાજ દૂર કરીને તે ગામ સુધી પીવાનું પાણી મળે તે માટેનું પણ ખાસ આયોજન છે. વધુમાં વધુ છ મહિનામાં કોઈપણ ગામડામાં પીવાના પાણીની સમસ્યા રહેશે નહી.
ભાનુબેન બાબરીયારાજકોટ ગ્રામ્ય બેઠક ઉપરથી ભાનુબેન બાબરીયાએ જીત મેળવી છે અને તેઓને ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સામાજિક ન્યાય વિભાગની ફાળવણી કરવામાં આવી છે. તેઓ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં એકમાત્ર મહિલા પ્રધાન છે. તેમણે સવારે સેક્ટર 17ના હનુમાનજી મંદિરે દર્શન કર્યા બાદ ઓફિસમાં પ્રવેશ (Bhanuben Babriya Takes Charge) મેળવ્યો હતો અને ત્યાં કુળદેવીની આરતી અને બાબા આંબેડકરને પુષ્પાંજલિ કરીને પોતાના પરિવારજનોની હાજરીમાં ઓફિસનો ચાર્જ લીધો હતો. તેમણે આ તકે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીયપ્રધાન અમિત શાહે મને ગુજરાતમાં પ્રધાન તરીકેની જવાબદારી સોંપી છે ત્યારે મારું પ્રથમ પ્રાધાન્ય ગરીબો અને સિનિયર સિટીઝનના મહત્વના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો રહેશે. હું એક કાર્યકર્તા તરીકે જ કામ કરીશ અને જેમ હું મારા મત વિસ્તારમાં કામ કરેલું છે તેવી જ રીતે હું આવનારા દિવસોમાં મહિલાઓ માટે બાળકો માટે સિનિયર સિટીઝન માટે હું કામ કરીશ. તમામ લોકોને વહેલી તકે ન્યાય મળે તથા કોઈ પણ લોકોના કામ પડતર ન રહે તેને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે.
ઋષિકેશ પટેલ જૂની સરકારમાં પણ ઋષિકેશ પટેલ આરોગ્ય વિભાગની જવાબદારી સંભાળી રહ્યા હતાં. નવી સરકારમાં પણ તેઓને આરોગ્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે જૂની ઓફિસ તેમને ખૂબ નાની પડતી હોવાથી તેઓએ રાજેન્દ્ર ત્રિવેદીની ઓફિસની માંગ કરી હતી અને આ ઓફિસમાં પરિવારજનો સાથે માતાજીની આરતી કરીને ઓફિસનો ચાર્જ (Rishikesh Patel Takes Charge) સંભાળ્યો હતો.
રાઘવજી પટેલ ભૂપેન્દ્ર પટેલની જૂની સરકારમાં કૃષિપ્રધાન તરીકેની જવાબદારી સોંપી હતી. પરંતુ નવી સરકારમાં ઓફિસ બદલાય છે. જેથી રાઘવજી પટેલે ઓફિસના મુખ્ય દરવાજે નીચે બેસીને પૂજાવિધિ કરીને તેઓએ ઓફિસમાં પ્રવેશ (Raghavji Patel Takes Charge)મેળવ્યો હતો.
મૂળૂભાઈ બેરાભૂપેન્દ્ર પટેલની સરકારના એકમાત્ર એવા પ્રધાન કે જેને પોતાના સ્વર્ગસ્થ પિતાનો ફોટો મૂકીને પૂજાઅર્ચના (Mulu Bera Takes Charge) કરી હતી અને ત્યાર બાદ માતાજીની પૂજાવિધિ કરી ઓફિસ ચાર્જ સંભાળ્યો હતો.