ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટનગરમાં સબમર્સીબલ પંપ દ્વારા પાણી ખેંચવામાં આવશે તો મોટર જપ્ત કરાશે : મેયર

ગાંધીનગર: રાજ્યના 8 મહાનગર પાલિકામાં સૌથી વધારે પાણી પાટનગરમાં વાપરવામાં આવે છે. ત્યારે ગાંધીનગરમાં પાણીનો બગાડ અટકાવવા માટે નવા મેયર દ્વારા આકરા પગલાં લેવામાં આવશે. મેયર રીટાબેન પટેલે કહ્યું કે, જે લોકો પાણી માટે મોટરનો ઉપયોગ કરે છે, તેમની મોટર જપ્ત કરી લેવામાં આવશે. જો કોઈ સરકારી અધિકારી પાણીનો બગાડ કરશે તો તેની સામે પણ આકરા પગલા લેવામાં આવશે.

ગાંધીનગરમાં પાણીનો બગાડ અટકાવવા માટે નવા મેયર દ્વારા આકરા પગલાં લેવાયા

By

Published : May 16, 2019, 12:27 AM IST

પાટનગર શહેરમાં આવેલા સેક્ટર-24માં પાણીને લઈને પારાયણ ઊભી થઈ હતી. જેમાં વસાહતીઓ દ્વારા નવનિયુક્ત મહિલા મેયરને આ બાબતે રજૂઆત કરવામાં આવતાં તાબડતોડ મેયર અધિકારીઓ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. જ્યાં વસાહતીઓએ ફરિયાદ કરી હતી કે, પાણી મેળવવા માટે વસાહતીઓ દ્વારા મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. સબમર્સીબલ પંપનો ઉપયોગ કરીને વધુ પાણી સંગ્રહિત કરે છે. ત્યારબાદ મેયરે તાત્કાલિક પાટનગર યોજના ભવનના અધિકારીઓને આ બાબતે તપાસ કરવા પણ આદેશ આપ્યા હતા.

ગાંધીનગરમાં પાણીનો બગાડ અટકાવવા માટે નવા મેયર દ્વારા આકરા પગલાં લેવાયા

મેયર રીટાબેન પટેલે કહ્યું કે, ગાંધીનગર શહેરમાં પાણી મેળવવા માટે જે લોકો ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરે છે, તે તમામ લોકોને નોટિસ ફટકારવામાં આવશે. આગામી દિવસોમાં મોટરનો ઉપયોગ કરતા વસાહતીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ બાબતે પાટનગર યોજના ભવન અને અધિકારીઓને પણ આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે જે લોકો પાણીની મોટરનો ઉપયોગ કરે છે. તેવા લોકોને મોટરનો ઉપયોગ નહીં કરવા પણ જણાવવામાં આવ્યું છે. જ્યારે સરકારી અધિકારી પાણીનો બગાડ કરશે, તો તેમને પણ મહાપાલિકાની કાર્યવાહીનો સામનો કરવો પડશે.

એક તરફ ગાંધીનગરના ફ્લેટમાં રહેતા લોકોને પૂરતા ફોર્સથી પાણી મળતું નથી, પ્રથમ માળ સુધી માંડ માંડ પાણી પહોંચે છે. ત્યારે વસાહતીઓ મોટરનો ઉપયોગ કરીને જરૂરિયાત પૂરતું પાણી મેળવતા હોય છે. ત્યારે આ પ્રકારનો આદેશ કરવામાં આવતા નાગરિકોમાં ક્યાંક છુપો રોષ જોવા મળી રહ્યો છે. છાને ખૂણે રહીને કહી રહ્યાં છે કે સત્તાધીશો પાણી પૂરું પાડી શકતા નથી ત્યારે પોતાની રીતે મોટર દ્વારા પાણી મેળવતા લોકોને પણ રોકવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details