ગુજરાત

gujarat

ETV Bharat / state

Local Swaraj by Elections : સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીની જાહેરાત, આચાર સંહિતા લાગુ, કેટલી બેઠકો પર યોજાશે ચૂંટણી જૂઓ - Municipality and Metropolitan Municipality

ગુજરાતમાં ચૂંટણી આયોગ દ્વારા સત્તાવાર રીતે પેટા ચૂંટણીને લઈને માળખુ જાહેરત કરી દીધું છે. ચૂંટણીની જાહેરાત થતાં જ બેઠકના વિસ્તારમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જો મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અઘટિત ઘટના બને તો તેનું પણ આયોજન કરાયું છે.

Local Swaraj by Elections : સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીની જાહેરાત, આચાર સંહિતા લાગુ, કેટલી બેઠકો પર યોજાશે ચૂંટણી જૂઓ
Local Swaraj by Elections : સ્થાનિક સ્વરાજની પેટા ચૂંટણીની જાહેરાત, આચાર સંહિતા લાગુ, કેટલી બેઠકો પર યોજાશે ચૂંટણી જૂઓ

By

Published : Jul 10, 2023, 8:26 PM IST

ગાંધીનગર :રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે ગુજરાતની નગરપાલિકા અને મહાનગરપાલિકામાં સંજોગો વસાહત ખાલી પડેલી બેઠકો બાબતની પેટા ચૂંટણીની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે. આમ ચૂંટણીની જાહેરાત થવાને કારણે જેતે બેઠકના વિસ્તારમાં આચાર સંહિતા લાગુ કરી દેવામાં આવી છે.

કેટલી બેઠકો પર યોજાશે ચૂંટણી : સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો, રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ સ્થાનિક સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલી બે નગરપાલિકાઓની 3 બેઠકો, 18 નગરપાલિકાઓની 19 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. જેમાં 17 જુલાઈના રોજ ચૂંટણી અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે. 22 જુલાઈ 2023ના રોજ ઉમેદવારી માટેનો અંતિમ દિવસ રાખવામાં આવ્યો છે, જ્યારે ઉમેદવારોના પત્રનું ચકાસણીને 24 જુલાઈના રોજ કરવામાં આવશે અને ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 25 જુલાઈ રાખવામાં આવી છે.

6 ઓગસ્ટના દિવસે મતદાન :નગરપાલિકા અને મહાનગરપાલિકાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણીની જાહેરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી છે, ત્યારે 6 ઓગસ્ટ 2023 રવિવારના રોજ સવારના 07:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને જો કોઈ પણ પ્રકારનો વિલંબ અથવા તો કોઈ અઘટિત ઘટના બને તો પુનમ મતદાન 7 ઓગસ્ટ 2023ના રોજ કરવામાં આવશે, ત્યારબાદ 8 ઓગસ્ટ 2023ના રોજ મત ગણતરી હાથ ધરીને પેટા ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે.

આચાર સંહિતા વિસ્તારમાં કેવી પડશે અસર :રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરેલી પેટા ચૂંટણીને લઈને 2 મહાનગરપાલિકાઓની 3 બેઠક અને 18 નગરપાલિકાઓની 29 બેઠકોની પેટા ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, ત્યારે જે બેઠક પર ચૂંટણી છે તેવી બેઠક પર શાસક પક્ષ રાજકીય પક્ષો કે ઉમેદવારોએ વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે સંબંધિત આદર્શ આચારસંહિતાનો અમલ કરવાનો રહેશે. આ ઉપરાંત સંબંધિત કચેરીઓને ચૂંટણી દરમિયાન તાકીદના તબીબી કારણો સિવાય ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને અધિકારીઓની રજા મંજુર કરવી નહીં, ઉપરાંત બદલી પણ કરી શકાશે નહીં, જ્યારે સરકારી સેવાઓ અને જાહેર સાહસોમાં નિમણૂક પણ આપી શકાશે નહીં. જ્યારે મતદારો પ્રભાવિત થાય તેવી કોઈપણ પ્રકારની જાહેરાત પણ કરી શકાશે નહીં અને વચન પણ નહીં આપી શકાય, જ્યારે આ આચારસંહિતા 8 ઓગસ્ટ 2023 પરિણામ સુધી રહેશે.

  1. Sabarkantha News : સહકારી બેંકમાં પૂર્વ ચેરમેન સહિત પૂર્વ 11 ડિરેક્ટરની ઉમેદવારી રદ, નવા નિયણ પ્રમાણે
  2. Banaskantha News : ડીસા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ચેરમેન તરીકે ગોવા રબારીનો વિજય, વિકાસની કરી વાત
  3. S Jaishankar: એસ જયશંકરે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી

ABOUT THE AUTHOR

...view details