પુંધરામાં આકાશી વીજળીએ વિનાશ વેર્યો, સીમમાં રહેતી બે કિશોરીના મોત - ગાંધીનગર કલેક્ટર
માણસા તાલુકાના પુંધરા ગામની સીમમાં આજે ગુરૂવારે બપોરના સમયે વીજળી ત્રાટકી હતી. જેમાં સીમ વિસ્તારમાં રહેતાં બે પરિવારની દીકરીના કરુણ મોત થયાં હતાં. ત્યારે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
પુંધરામાં આકાશી વીજળીએ વિનાશ વેર્યો, સીમમાં રહેતી બે કિશોરીના મોત
ગાંધીનગરઃ મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલા પુંધરા ગામમાં આજે બપોરના સમયે આકાશી વીજળી પડી હતી. બપોરના બે વાગ્યાના અરસામાં વાદળો ઘેરાઈને આવ્યાં હતાં. ગાંધીનગર શહેરમાં સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો. પરંતુ માણસા તાલુકા ઉપર કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયાં હતાં, તે સમયે વીજળીના કડાકાભડાકા પણ સાંભળવા મળતાં હતાં. ગાંધીનગર જિલ્લા ઉપર હજુ મેઘરાજા મહેરબાન થયાં નથી, પરંતુ તેમનો કોપ જોવા મળી રહ્યો છે.