સચિવાલયના 5 બ્લોકમાં લાઈટ ગુલ, જનરેટરથી કામ ચલાવવું પડ્યું
રાજ્ય સરકાર દ્વારા ૨૪ કલાક વીજળીની વાતો કરવામાં આવે છે પરંતુ સચિવાલયના બ્લોકમાં જ વીજળી ગુમ થતાં આજે સવારથી જ જનરેટરની મદદથી 5 બ્લોકમાં વીજળી પુરી પાડવામાં આવી હતી.
સચિવાલયના 5 બ્લોકમાં લાઈટ ગુલ, જનરેટરથી કામ ચલાવવું પડ્યું
ગાંધીનગર : સૂત્રોની જાણકારી પ્રમાણે સ્વર્ણિમ સંકુલ 2ની સામે આવેલ બ્લોક 12, 8 અને 11માં આજ સવારથી વીજળી ગુલ થઈ ગઈ હતી. ટેક્નિકલ કારણોસર 5 જેટલા બ્લોકમાં વીજળી ગુલ થઈ હતી. જેથી તાબડતોબ 3 જેટલા જનરેટરથી 5 બ્લોકમાં વીજળી પુરી પાડવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં અને ખેડૂતોને ગણતરીના કલાકો પ્રમાણે વીજળી આપવામાં આવે છે જ્યારે સચિવાલયમાં ગણતરીના કલાકોમાં જ જનરેટરથી વીજળી પૂરી પાડવામાં આવી હતી.