રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ યોજીને કોંગ્રેસના તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપવાનું જાહેર કર્યું હતું. લોકસભાની ચૂંટણી અગાઉ અલ્પેશે કોંગ્રેસ છોડવાની જાહેરાત કરી હતી જે બાદ કોંગ્રેસના ઉમેદવારોને હરાવવા માટે પણ કામગીરી કરી હોવાનું કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો હતો. જ્યારે લોકસભાની ચૂંટણી પૂરી થઇ ગયા બાદ વિધાનસભાના કોંગ્રેસના દંડકે અલ્પેશનું ધારાસભ્ય પદ રદ કરવા અરજી કરી હતી.
ગઇકાલે બુધવારે કોંગ્રેસનો ડેલીગેશન અલ્પેશ અને પબુભા માણેકનું સભ્ય પદ રદ કરવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આગામી ત્રણ દિવસમાં તેની ઉપર નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરી હતી.