મળતી માહિતી મુજબ ઝાલા હરદીપસિંહ ખુમાનસિંહ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામનો વતની છે. જ્યારે ગાંધીનગર શહેરમાં આવેલા રાજપુત હોસ્ટેલમાં રહીને ભાવિ પેઢીને ઉજ્જવળ બનાવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યો હતો. જ્યારે રવિવારે સવારે 8 થી 9 વાગ્યાના અરસામાં પોતાનું બાઇક GJ 03 HP 4345 લઇને રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો. જે દરમિયાન એસઆરપી ગ્રુપની સરકારી બોલેરો કાર GJ-18 GB 0334 વચ્ચે સામ સામે ટક્કર થઈ હતી.
પરીક્ષાની તૈયારી કરવા આવેલા કુડાના યુવકનું મહાત્મા મંદિર પાસે અકસ્માતમાં મોત - પરીક્ષાની તૈયારી કરવા આવેલા કુડાના યુવકનું મોત
ગાંધીનગર: પાટનગરના પહોળા રસ્તાઓ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે, તો ક્યાંક વાહનચાલકો પણ પહોળા રસ્તાઓ જોઈને બેફામ ગતિએ જવાના કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. તેવા સમયે રવિવારે વહેલી સવારે સેક્ટર 15 પાસે આવેલી સરકારી કોલેજ નજીક પોલીસની બોલેરો કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં કુડાના યુવકનું બનાવ સ્થળે જ મોત નીપજ્યુ હતું.
પરીક્ષા
કાર અને બાઈક વચ્ચે ટક્કર થતાં બાઈક ચાલક યુવક ઘટનાસ્થળે જ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. શરીર ઉપર ઇજાઓ થવાના કારણે ધટના સ્થળે જ મોત નીપજ્યુ હતું. મૃતક યુવાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે ગાંધીનગરમાં આવ્યો હતો. જે સવારે રાજપુત IAS એકેડેમી ખાતે ક્લાસીસ ભરવા જઇ રહ્યો હતો. તે દરમિયાન જ બનાવ બનતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ બનાવને લઇને સેક્ટર 21 પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા મૃતકની બોડીને સિવિલ હોસ્પિટલ ખાતે PM અર્થે મોકલી આપીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.