ગુજરાત

gujarat

ETV Bharat / state

જિજ્ઞેશ મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બિલ સળગાવ્યું, કહ્યું -'બિલ આદિવાસીઓની છાતી પર ઉભા ચીરા સમાન' - Mla jignesh mevani

ગાંધીનગર: વિધાનસભાના ત્રણ દિવસના ટૂંકા સત્રમાં પહેલા જ દિવસે વિધાનસભાના અધ્યક્ષે વડગામના અપક્ષ ધારાસભ્યને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ બહાર રહીને પણ ધારાસભ્ય પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. સત્રના ત્રીજા દિવસે લાવવામાં આવનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તૃતિકરણ બિલ આ બાબતે પોતાનો રોષ વ્યક્ત કરીને વિજય અને મીડિયા રૂમમાં જ સળગાવી નાખ્યું હતું. ધારાસભ્ય કહ્યું કે, આદિવાસીઓની છાતી ઉપર ઉભા ચીરા સમાન બિલ છે, જેનો હું વિરોધ કરું છું. રૂપાણી સરકાર વિરુદ્ધ માં ટેકો દારો સહેજ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા બાદ તમામ લોકોને પોલીસે ડિટેઇન કર્યા હતા.

ગાંધીનગર
etv bharat

By

Published : Dec 10, 2019, 8:41 PM IST

વિધાનસભાના ટૂંકા સત્રમાં ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવેલા વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા આવતીકાલે વિધાનસભા સત્રમાં ત્રીજા દિવસે લાવવામાં આવનાર સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તૃતિકરણ બિલ મુદ્દે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, 70 ગામના લોકોને આ બિલથી અસર થઈ શકે છે. તમામ SC,ST સમાજના ધારાસભ્યોએ પણ આ બાબતે રજૂઆત કરવા માટે જણાવ્યું હતું. બીજી તરફ વિધાનસભા સંકુલમાં જ બિન સચિવાલય પરીક્ષા રદ કરવા માટે નારા લગાવવામાં આવ્યા હતા. વિજય રૂપાણી હોશ મે આવો, બિન સચિવાલય પરીક્ષા રદ કરો, આવાજ દો હમ એક હે.સહિતના નારા વિધાનસભા સંકુલમાં લગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો.

જિજ્ઞેશ મેવાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બિલ સળગાવ્યું, કહ્યું -'બિલ આદિવાસીઓની છાતી પર ઉભા ચીરા સમાન'

વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, ગઇકાલે વિઘાનસભાના અઘ્યક્ષે મને ત્રણ દિવસની વિઘાનસભામાં ત્રણેય દિવસ માટે સસ્‍પેન્ડ કર્યા છે. હું આવતીકાલે ગૃહમાં રજૂ થનાર સ્‍ટેચ્યુ ઓફ યુનિટી વિસ્‍તૃતીકરણ બિલનો વિરોઘ કરું છું. આ બિલથી આદિવાસીઓનો ઘાત થનાર છે. હું સરદાર પટેલના સ્‍ટેચ્યુનું સન્માન કરું છું. પરંતુ આ બિલ આદિવાસીઓની છાતી પર ઉભા ચીરા સમાન છે. જેનાથી સિત્તેર ગામની જમીન આદિવાસી ઘારાનું ઉલ્લેઘન સરકાર કરી રહી છે. આદિવાસીઓનો જળ, જમીન અને પાણીના હક્કથી વિખુટા કરી રહ્યો છું. હું ગૃહમાં હોત તો બિલને ફાડી નાખું પરંતુ, મને ગૃહમાંથી સસ્પેન્ડ કર્યો છે. જેથી હું બિલને આપની સમક્ષ સળગાવીને વિરોઘ કરું છું. તેમ કહી બિલને સળગાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details