આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ મીડિયા સમક્ષ આવી જણાવ્યું હતું કે આજે મારા તરફથી પૂછવામાં આવેલો પ્રશ્ન ગૃહમાં ચર્ચામાં ન આવ્યો એસ્સાર કંપનીએ ગુજરાત સરકારને જે ભાવે વીજળી આપવાની હતી તે ન આપી અને 2.40 પૈસા એસ્સારે વીજ સરકારને આપવાનો કરાર કર્યો હતો. સરકારે આ કંપનીના કરોડો રુપિયા માફ કર્યા છે અને ખેડૂત બીલ ન ભરે તો તેમનુ કનેક્શન કપાઈ જાય છે, પણ એસ્સર કંપનનીને સરકારે ભરવા પાત્ર પૈસા હપ્તામાં કરી આપ્યા આવુ કરીને સરકારએ પોતાની મનમાની કરી હોવાનુ પણ કોંગ્રેસના ધારાસભ્યએ જણાવ્યું હતુ.
વિધાનસભામાં એસ્સારને વીજળી ઉત્પાદન કોન્ટ્રાકટ પર આપવાના મુદ્દે સરકાર પર ઉઠ્યા સવાલો - Gandhinagr
ગાંધીનગરઃ આજે વિધાનસભા સત્ર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એસ્સાર પાસેથી ફરી વીજળી ખરીદવા મુદ્દે તેમજ સરકાર એસ્સારને સાચવી રહી છે, તેવા પ્રશ્નો ઉઠતા કોંગ્રેસ અને ભાજપએ આ મુદ્દે એક બીજા ઉપર આક્ષેપ પ્રતિઆક્ષેપ કર્યાં હતા.
વિધાનસભા સત્રમાં આજે એસ્સારને વીજળી ઉત્પાદન કોન્ટ્રાકટ પર આપવાના મુદ્દે સરકાર ઉપર પ્રશ્નો ઉઠ્યા
આ સાથે જ વધુમાં જણાવ્યુ હતુ કે ટાટાને સરકારે કરોડોનું દાન કર્યું છે સરકાર ખેડૂતોને સાથ આપતા નથી ,પણ વ્યપારીઓને આપે છે એસ્સાર જેવી કંપની કોન્ટ્રાક બાદ પણ કરાર તોડે તો પણ તેને દંડ થતો નથી, સાથે જ તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભાજપની સરકાર કેન્દ્રમાં છે તેમ છતાં ગુજરાતને અન્યાય કરવામાં આવી રહ્યો છે અને પૂરતો કોલસો પણ આપવામાં આવી રહ્યો નથી આવા આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય એ ભાજપની સરકાર ઉપર કર્યા હતા.