ગાંધીનગર:6માર્ચના રોજ આવતીકાલે PSIની લેખિત પરીક્ષા(PSI exam)યોજાવા જઇ રહી છે. ઉમેદવારો દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે ત્યારે બનાસકાંઠામાં અમુક લેભાગુ તત્વો દ્વારા સીધી પરીક્ષામાં પાસ(Irregularities in PSI exams) કરવાની જાહેરાતો આપીને 10થી 12 લાખ ઉપર આવ્યા હોવાનો આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસને આ માહિતી પ્રાપ્ત થતાબનાસકાંઠાપોલીસે (Banaskantha Police)ભરત નામના એક આરોપીની ધરપકડ પણ કરી છે.
22 લાખ રૂપિયા એક જગ્યાના
PSIના એક ઉમેદવાર પાસેથી પરીક્ષામાં સીધી રીતે પાસ કરાવવા અને PSIના ઓર્ડર (Order of PSI)આપવા માટે એક ઉમેદવાર પાસેથી 22 લાખ રૂપિયા ઉઘરાવવાની શરૂઆત બનાસકાંઠામાં થઈ હતી. જેમાં એડવાન્સ પેટે કુલ 10 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. આ માહિતી બનાસકાંઠા પોલીસને સામે આવતા ભરત નામના આરોપીની ધરપકડ કરી છે અને 10 લાખ રૂપિયા પણ કબજે કર્યા હોવાનું નિવેદન યુવરાજસિંહ જાડેજા(Yuvraj Singh Jadeja) આપ્યું હતું.
આ પણ વાંચોઃDepartment of Energy paper scam : વચેટિયાઓના નામ ખુલ્યાં, આંગડિયા પેઢીમાં થયાં હતાં વ્યવહાર