- ગાંધીનગરમાં આંદોલનની અસર નહીં
- આંદોલન કરે તે પહેલાં જ પોલીસે તમામ કાર્યકર્તાઓની કરી અટકાયત
- ગાંધીનગર પોલીસે 45 લોકોની કરી અટકાયત
ગાંધીનગરઃખેડૂત આંદોલનને પગલે ગુજરાત કોંગ્રેસે પણ ગુજરાતમાં આંદોલન કરવાની તમામ તૈયારીઓ કરી હતી પરંતુ આંદોલન કરે તે પહેલાં જ ગુજરાત પોલીસે આંદોલનને નિષ્ફળ બનાવવા માટેની પણ તૈયારીઓ કરી હતી જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં બંધનો નહિવત પરિણામ જોવા મળ્યું હતું વાહન વ્યવહાર પણ રાબેતા મુજબ ચાલુ થયો હતો સાથે જ બજારો પણ યથાવત રીતે ખુલ્લી હતી.
45 જેટલા લોકોની કરી અટકાયત
ગાંધીનગર જિલ્લામાં ભારત બંધને લઈને જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. આ બાબતે ગાંધીનગર SP મયુર ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધીનગર પોલીસ દ્વારા છેલ્લા 2 દિવસથી તૈયારીઓ કરવામાં આવી રહી હતી. જ્યારે આજે ભારત બંધનુ એલાન તથા ભારત બંધ દરમિયાન કુલ 45 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે જ્યારે ગાંધીનગરમાં રાબેતા મુજબ બજારો APMC અને જાહેર માર્ગો કાર્યરત છે ઉપરાંત જો કોઈ પણ વ્યક્તિ બળજબરી પૂર્વક બંધ કરાવી છે. તો ગાંધીનગર પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
કોંગ્રેસ જિલ્લા પ્રમુખની અટકાયત