ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજ્યમાં કુપોષણના આંકડામાં ચિંતાજનક વધારો, કોંગી ધારાસભ્યોએ સરકારનું ધ્યાન દોર્યુ - Increase

ગાંધીનગરઃ વિધાનસભા સત્રના ચોથા દિવસે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યમાં કુપોષણના વધતા જતા આંકડાને લઈને ગૃહમાં પ્રશ્નો કર્યા હતા. રાજ્યમાં કુપોષણનો ચિંતાજનક આંકડો વધતા રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું હતું.

ફાઈલ ફોટો

By

Published : Jul 9, 2019, 7:12 PM IST

Updated : Jul 9, 2019, 8:37 PM IST

રાજ્યમાં અત્યારે કુપોષણનો આંકડો ચિંતાજનક થતો જોવા મળી રહ્યો છે. હાલ 1,42,142 બાળકો કુપોષણનો શિકાર બનેલા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં વિવિધ ગામડાઓ અને શહેરોમાં આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે આ મુદ્દાને લઈને કોંગ્રેસે ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને તેનો કોઈ નિકાલ લાવવા જણાવ્યું હતું. અત્યારે અતિ ઓછા વજન વાળા બાળકોની કુલ સંખ્યા 24,101 છે. રાજ્યમાં સૌથી વધુ કુપોષીત બાળકો દાહોદમાં 14,191 બાળકો અને નર્મદામાં 12,667 બાળકો છે. આ કુપોષણનો આંકડો મહાનગરોમાં પણ ચિંતાજનક જોવા મળી રહ્યો છે. અમદાવાદમા 1925 બાળકો, સુરતમા 5318, રાજકોટ 3021 અને વડોદરામા 6154 બાળકો કુપોષણનો ભોગ બનેલા છે.

રાજ્યમાં કુપોષણના આકંડામાં ચિંતાજનક વધારો

કુપોષણને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, તંદુરસ્ત બાળક તંદુરસ્ત સમાજનો પાયો છે. રાજ્યને કુપોષણ મુક્ત બનાવવા ઝૂંબેશના સ્વરૂપે જનઆંદોલન કરવામાં આવે તે જરૂરી છે. લોકપ્રતિનિધિઓને પોત પોતાના વિસ્તારમાં જઇને આ દિશામાં ઝૂંબેશ સ્વરૂપે કાર્ય કરવા અનુરોધ કર્યો છે. આપણે સૌ ગુજરાતને કુપોષણ મુક્ત માટે સંકલ્પબદ્ધ થવું જોઇએ. મુખ્યપ્રધાને બેટી બચાવો સાથે કુપોષણ હટાવો ઝૂંબેશને સૌના સાથથી મજબૂત કરવા આહવાન કર્યું હતું. સાથે જ જણાવ્યું હતું કે, સરકાર કુપોષણના સામેના જંગને ગંભીરતાથી લઇ રહી છે.

Last Updated : Jul 9, 2019, 8:37 PM IST

ABOUT THE AUTHOR

...view details