આ પ્રસંગ દરમિયાન રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયા, કૌશિક પટેલ અને પાટીદાર સમાજના ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. જ્યારે સમિટમાં કુલ 1000થી વધુ એક્ઝિબિશન પણ રાખવામાં આવ્યું છે.
ગ્લોબલ પાટીદાર સમિટ-2020નું CM રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન
ગાંધીનગર: પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા આજે સતત બીજા વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ-2020નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલ પાટીદાર બિઝનેશ સમિટનું રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ગ્લોબલ પાટીદાર સમિટ 2020નું CM રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન
નોંધનીય છે કે, પાટીદાર સમાજના યુવા વર્ગને નોકરી અને રોજગારીમાં નવી દિશા મળે તે માટે હેતુથી પણ બિઝનેશ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલ પાટીદાર ગ્લોબલ સમિટ 2020માં પાટીદાર સમાજના આગેવાનો રાજકીય નેતાઓ હાજર રહ્યા છે.
Last Updated : Jan 3, 2020, 1:10 PM IST