ગાંધીનગર : સીએમ વિજય રૂપાણીએ આવા તબીબો-પેરામેડિકલ સ્ટાફની રક્ષા માટે ઉપયોગમાં લેવાતા પર્સનલ પ્રોટેકટીવ ઇકવીપમેન્ટ PPEને સ્પેશ્યલાઇઝડ ટેપથી સંપૂર્ણ સુરક્ષિત બનાવતા ભારતના સૌ પ્રથમ હોટ એર સીમ સિલીંગ મશીનનું લોચીંગ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંપન્ન કર્યુ હતું.
રાજકોટની મેક પાવર સી.એન.સી. મશીન્સ લીમીટેડ દ્વારા ‘‘મેક ઇન ઇન્ડીયા-મેક ઇન ગુજરાત’’ની નેમ હેઠળ આ હોટ એર સીમ સીલીંગ મશીનના રાજકોટ-ગુજરાતમાં નિર્માણથી સાકાર થઇ છે. હાલની સ્થિતિમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સારવારનું સેવા દાયિત્વ અદા કરતા તબીબો-આરોગ્ય કર્મીઓને આ વાઇરસના સંક્રમણ સામે 100 ટકા સુરક્ષા કવચ પ્રદાન કરતી PPE કિટને હોટ એર સીમ સીલીંગ ટેપથી રક્ષિત કરવાના ઇનિશ્યેટીવને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
રાજકોટમાં બનશે હોટ એર સીમસિલીંગ મશીન, મહિને 200 યુનિટ બનાવવા સાથે ગુજરાત બનશે પ્રથમ રાજ્ય સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સામે બાથ ભીડી રહેલા તબીબો-પેરામેડીકલ સ્ટાફને પૂર્ણતયા સુરક્ષિત રાખવામાં દેશમાં આ પ્રયોગ ગુજરાતનું નવું સિમાચિન્હ બનશે. આવી PPE કિટ તૈયાર થાય ત્યારે તેની સિલાઇની સોય 2MM એન દોરો લગભગ 0.5MM સાઇઝનો હોય છે. આના પરિણામે કિટ પર રહી જતાં નાના-ઝીણા છીદ્રોમાંથી સંક્રમિત દર્દીના લોહી કે પ્રવાહીનો પ્રવેશ કીટમાં થાય તો સંક્રમિતની સારવાર કરતા તબીબ-પેરામેડિકલ સ્ટાફને પણ વાઇરસના ચેપની અસર થઇ શકે છે. આવા જે છીદ્રો PPE સુટ-કિટ પર રહી ગયેલા હોય તેને સીલ કરવાની અદ્યતન ટેકનોલોજી આ હોટ એર સીમ સિલીંગ મશીનના ઉપયોગથી સ્પેશ્યલાઇઝડ ટેપના માધ્યમથી રાજકોટની મેક પાવર સી.એન.સી. મશીન્સ લીમીટેડ દ્વારા વિકસાવવામાં આવી છે. કોરોના વાઇરસના વધતા સંક્રમણની સ્થિતિમાં તબીબો માટે PPE કીટની અત્યંત આવશ્યકતા રહે છે અને તે સંપૂર્ણ સુરક્ષિત-વાઇરસ પ્રુફ હોય તે પણ કોરોના વોરિયર્સ માટે એટલું જ જરૂરી છે. PPE કિટમાં સિલાઇ પ્રક્રિયામાં જે છીદ્રો રહી ગયા હોય તેને આ ટેપના ઉપયોગથી સીલ કરીને PPE કીટ વાઇરસનો પ્રતિકાર કરવા માટે વોટર એન્ડ એર પ્રુફ બનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં આવા હોટ એર સીમ સિલીંગ મશીનની પૂરતી ઉપલબ્ધિ નથી આથી તે વિદેશથી આયાત કરવા પડે છે. ચાઇના-કોરિયાથી આયાત થતા આવા મશીનની કિંમત પણ રૂપિયા ૭થી ૮ લાખ અને ડિલીવરીનો સમયગાળો પણ ૧ર-૧૩ અઠવાડિયા થઇ જાય છે. આ સ્થિતિના નિવારણ માટે ભારતમાં આવા મશીન્સનું નિર્માણ પ૦ ટકા ઓછી કિંમતે કરવા માટે મુખ્યપ્રધાનના દિશાદર્શનમાં રાજકોટની આ મેકપાવર સી.એન.સી. મશીન્સ લીમીટેડે ચેલેન્જ ઉપાડીને આ ઉત્પાદન સફળતા મેળવી છે. માત્ર ર૦ જ દિવસના ટૂંકાગાળમાં 100 વ્યકિતઓ-કામદારોની ટીમે 80 ટકા ઇન હાઉસ પાર્ટસ સાથે ભારતમાં સૌપ્રથમ હોટ એર સીમ સીલીંગ મશીનના ઉત્પાદનનું ગૌરવ રાજકોટને અપાવ્યું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએેશન રાજકોટ બ્રાન્ચના તબીબોના માર્ગદર્શન સાથે ખૂબ જ ટૂંકાગાળામાં તૈયાર થયેલા આવા 200 હોટ એર સીમ સીલીંગ મશીન પ્રથમ બેચમાં તૈયાર કરવામાં આવ્યા છે. સીએમ રૂપાણીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સથી આ મશીનનું લોંચીંગ કર્યુ તે ગૌરવ ઘડીએ રાજકોટ કલેક્ટર કચેરીએથી જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન સાથે મેક પાવર સી.એન.સી મશીન્સ લી.ના મેનેજિંગ ડિરેકટર રૂપેશ મહેતા, IMA રાજકોટના ડૉ. મયંક ઠક્કર, ડૉ. ચેતન લાલસતા તેમ જ ડૉ. તેજસ કરમટા પણ જોડાયાં હતાં.