ગાંધીનગર : રાજ્યના ત્રણ મોટા શહેરો અમદાવાદ, ભાવનગર અને રાજકોટમાં આગામી 11મી મેના રોજથી અશ્વ તાલીમ શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદમાં 54, રાજકોટ ગ્રામ્યમા 33 અને ભાવનગરમાં 11 ઘોડે સવારને 11 અઠવાડિયા માટે તાલીમ યોજાવાની હતી. જેને લઇને 8મી મેના રોજ હાજર થવાનો આદેશ કરાયો હતો.
ETV BHARAT IMPACT : પોલીસ દ્વારા યોજવામાં આવી રહેલી અશ્વ તાલીમ મોકૂફ
કોરોના વાઇરસનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા અમદાવાદ, ભાવનગર અને રાજકોટમાં અશ્વ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં સૌથી વધુ કેસ હોવાના કારણે પોલીસ કર્મચારીઓ ભયભીત થઈ ગયા હતા. જે સમાચાર ETV BHARAT દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા આ તાલીમને મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે.
પોલીસ દ્વારા યોજવામાં આવી રહેલી અશ્વ તાલીમ મોકૂફ
આ પણ વાંચો : કોરોનાના કહેર વચ્ચે પોલીસની અશ્વ તાલીમ શરૂ કરાશે, પોલીસકર્મીઓમાં ફફડાટ
કોરોના કહેર વચ્ચે પોલીસ કર્મચારીઓ ભયભીત થઈ ગયા હતા. આ બાબતની માહિતી ETV BHARATને મળતા સમાચાર પ્રસિદ્ધ કરાયા હતા. જેને લઇને પોલીસ વિભાગ દ્વારા આ અશ્વ તાલીમને મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે પોલીસ કર્મચારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે.