ગુજરાત

gujarat

ETV Bharat / state

આચારસંહિતા દરમિયાન રાજ્યમાં દારૂની રેલમછેલ, પોલીસે 35 કરોડનો જથ્થો જપ્ત કર્યો - Gujarat Police

વિધાનસભાની ચૂંટણીની (Gujarat Election 2022) જાહેરાત પછી રાજ્યભરમાં આચારસંહિતા (Code of Conduct for Gujarat) લાગુ થઈ ગઈ હતી. જોકે, આ સમયગાળા દરમિયાન તેમ જ ચૂંટણી પહેલા પોલીસે રાજ્યમાંથી 35 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે.

આચારસંહિતા દરમિયાન રાજ્યમાં દારૂની રેલમછેલ, પોલીસે 35 કરોડનો જથ્થો જપ્ત કર્યો
આચારસંહિતા દરમિયાન રાજ્યમાં દારૂની રેલમછેલ, પોલીસે 35 કરોડનો જથ્થો જપ્ત કર્યો

By

Published : Dec 1, 2022, 7:47 AM IST

ગાંધીનગરગુજરાત વિધાનસભાની ચૂંટણીની (Gujarat Election 2022) સત્તાવાર જાહેરાત થતાં જ રાજ્યભરમાં આચારસંહિતા (Code of Conduct for Gujarat) લાગુ થઈ ગઈ હતી. તે સમયથી જ વિધાનસભાની ચૂંટણીમાં દારૂ, ડ્રગ્સ અને રોકડ રકમ મતદાનમાં કોઈ ફેરફાર (Police seized Alcohol during Code of Conduct) ન કરે તેમ જ કોઈ તેમાં લોભાય નહીં તેને ધ્યાનમાં લઈને રાજ્ય ચૂંટણી પંચ અને ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા ખાસ સાવચેતીના પગલાં (Election Commission of Gujarat) લેવામાં આવ્યા હતા.

આચાર સંહિતાના સમયગાળામાં દારૂની રેલમછેલતો આચાર સંહિતાથી (Code of Conduct for Gujarat) પ્રથમ તબક્કાની ચૂંટણીના એક દિવસ પહેલાં સુધીમાં કુલ 35 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે 3,31,729 લોકો વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે.

કેટલો દારૂ જપ્ત થયોગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) ગુજરાત નશાબંધી અધિનિયમ, 1949 અન્વયે રાજ્યમાં 3 નવેમ્બર થી 29 નવેમ્બર સુધી કુલ 34,724 કેસ કરવામાં આવ્યા છે. આમાં 28,997 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તો ઉપરોક્ત કેસમાં 28,73,420 રૂપિયાનો દેશી દારૂ, 14,71,50,970 રૂપિયાનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) તથા 20,30,37, 581 રૂપિયાની અન્ય ચીજવસ્તુઓ સાથે કુલ 35,3062,972 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

અનેક લોકોને પાસા અને અટકાયતી પગલાં લેવાયાચૂંટણીમાં કોઈ પણ વ્યક્તિ વિધાનસભાનું વાતાવરણ ખરાબ ન કરે તેને ધ્યાનમાં લઈને ખરાબ ભૂતકાળ ધરાવતા ઈસમો વિરૂદ્ધ પણ ગુજરાત પોલીસે (Gujarat Police) કડક પગલા ભર્યા (Police seized Alcohol during Code of Conduct) હતા. રાજ્યમાં Criminal Procedure Code, 1973 હેઠળ 2,96,225 કેસ, Gujarat Prohibition Act, 1949 હેઠળ 34,983 કેસ, Gujarat Police Act, 1951 હેઠળ 109 કેસ તથા PASA Act 1985 હેઠળ 412 કેસ એમ વિવિધ કલમો હેઠળ 398 કેસ તેમ જ વિવિધ કલમો હેઠળ ગુનાહિત ઈતિહાસ ધરાવતા અને ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ કરવાની સંભાવના ધરાવતા આરોપીઓ સામે કુલ 3,31,729 અટકાયતી પગલાં અંગેની કામગીરી કરવામાં આવ્યા છે.

ચૂંટણી પહેલા હથિયારો જમા લેવાયાગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) અંતર્ગત રાજ્ય પોલીસ વિભાગ (Gujarat Police) દ્વારા રાજ્યમાં કુલ 55,640 પરવાના ધરાવતા હથિયારધારકો પાસેથી કુલ જમા 51,141 (91.92 ટકા) હથિયારો જમા લેવામાં આવ્યા છે. જ્યારે 4406 (8 ટકા) હથિયારધારકોને મુક્તિ આપવામાં આવી છે. તથા અન્ય બાકીના હથિયારો જમા લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. ચૂંટણીની આચાર સંહિતા પૂર્ણ (Code of Conduct for Gujarat) થયા બાદ તમામ હથિયારો પરત આપવામાં આવશે.

150 ગ્રામ વિસ્ફોટક ઝડપાયુંજ્યારે રાજ્યમાં The Arms Act, 1959 હેઠળ 90 ગેરકાયદેસર હથિયાર, 420 ગેરકાયદેસર દારૂગોળા તથા 150 ગ્રામ વિસ્ફોટક પદાર્થ જમા કરવામાં આવ્યા છે. આ અંગે કુલ 90 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં NDPS Act, 1985 હેઠળ કુલ 44 કેસો નોંધી, કુલ 61,97,35,219/- નો 1492.6747 કિ.ગ્રા.નો NDPS પદાર્થ પકડવામાં આવેલ છે.

140 ચેક પોસ્ટ, 546 સર્વેલન્સ ટીમ કાર્યરત્ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અને એક વિધાનસભા બેઠક પરથી બીજા વિધાનસભા બેઠક પર કોઈ પણ પ્રકારનો દારૂ, રોકડ અથવા તો અન્ય પ્રતિબંધિત વસ્તુ કે, જેની સીધી અસર મતદાન પર થઈ શકે તેવી હેરફેર ન થઈ શકે તેને ધ્યાનમાં લઈને રાજ્યમાં હાલ 140 આંતરરાજ્ય ચેક પોસ્ટ, 546થી વધુ Static Surveillance Teams તથા 546થી વધુ Flying Squads કાર્યરત્ છે. Static Surveillance Teams દ્વારા 56,970 રૂપિયાનો IMFL, 4,770 રૂપિયાનો દેશી દારૂ, 1,53,00,000 રૂપિયાના ઘરેણાં, 1,21,36,630 રૂપિયાની રોકડ રકમ તથા 14,76,700 રૂપિયાની અન્ય ચીજવસ્તુઓ સાથે કુલ 2,89,75,070 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

સ્થાનિક પોલીસે પણ જપ્ત કર્યો જથ્થો તો Flying Squads દ્વારા 34,950 રૂપિયાનો IMFL, 500 રૂપિયાનો દેશી દારૂ, 1,85,56,220 રોકડ રૂપિયા (Cash) તથા 9,43,000 રૂપિયાની અન્ય ચીજવસ્તુઓ સાથે કુલ 1,95,34,625 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે સ્થાનિક પોલીસે 3,09,03,760 રોકડ રૂપિયા (Cash), 3,55,67,237 રૂપિયાના ઘરેણાં, 61,97,45,109 રૂપિયાના NDPS પદાર્થો તથા 8,267,924 રૂપિયાની અન્ય ચીજવસ્તુઓ સાથે કુલ 69,44,84,030 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

કેન્દ્રિય એજન્સીઓની ફાળવણી1 ડિસેમ્બરે ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન છે. ત્યારે શહેર/જિલ્લાઓમાં બહારથી Police/Home Guard/ GRD અને CAPF (કેન્દ્રિય હથિયારી પોલીસ દળ) ફાળવવામાં આવ્યા છે, જેઓ પોલિંગ સ્ટાફ સાથે 30 નવેમ્બરે મતદાન મથકો ઉપર અને QRTs/ Police Mobiles/ Sector Mobiles જેવી Ancillary Parties ઉપર તૈનાત થઈ ગયા હતા. ગુજરાત પોલીસ દ્વારા ભારતીય ચૂંટણી પંચ (ECI) ના માર્ગદર્શન મુજબ Free, Fair and Peaceful Elections માટે તમામ તૈયારી કરવામાં આવી છે અને દરેક મતદાર નિર્ભિક રીતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે મુજબની તૈયારી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details