- ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટને સેફ સિટી કેટેગરીમાં એવોર્ડ અપાયો
- ‘Smart Cities India Awards-2021’ આપવામાં આવ્યો
- પ્રોજેક્ટ અંતર્ગત 34 જિલ્લાઓમાં CCTV ગોઠવ્યા
ગાંધીનગર :ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટને સેફ સિટી કેટેગરીમાં ‘Smart Cities India Awards-2021’ આપવામાં આવ્યો હતો. 26 માર્ચના રોજ નવી દિલ્હી ખાતે ‘સેફ સિટી’ કેટેગરીમાં ‘Smart Cities India Awards-2021’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.
આ પણ વાંચો :GTUના આસિસ્ટન્ટ અશોક ચાવડાને એવોર્ડ મળ્યો
7,000થી વધુ સીસીટીવી કેમેરા લગાવ્યા હતા
પ્રોજેક્ટ અંતર્ગત 34 જિલ્લાના મુખ્ય મથકો પર 7,000થી વધુ CCTV કેમેરા લગાવ્યા હતા. સબંધિત જિલ્લાના નેત્રમ સાથે બ્રોડ બેન્ડ કનેક્ટીવીટીથી જોડવામાં આવ્યા છે. તમામ જિલ્લાઓના નેત્રમને ગાંધીનગર ખાતેના ત્રિનેત્ર પ્રોજેક્ટ સાથે જોડવામાં આવેલ છે. જેના થકી ટ્રાફિક નિયમના ભંગ બદલ વાહન માલિકને ઇ-ચલણ ઇસ્યુ કરવામાં આવે છે. આ ઉપરાંત CCTV કેમેરા જેની મદદથી અત્યાર સુધીમાં કુલ 3000થી વધુ બનાવો વખતે ગુન્હા ઉકેલવામાં આવ્યા હતા. તપાસના કામે તેમજ બંદોબસ્ત સમયે ગુજરાત પોલીસને આ પ્રોજેક્ટ ઉપયોગી થયેલો છે.
આ પણ વાંચો :પોરબંદરના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષિકાએ આપ્યો મહિલાઓ માટે સંદેશો